Cheapest 5 Seater Car: ભારતમાં કારનું બજાર હવે ધીરે ધીરે વિસ્તરતું જાય છે. લોકો સારી માઈલેજ અને ફીચર્સની સાથે સાથે બજેટ કાર હોય તેવો પણ આગ્રહ સેવતા હોય છે. ત્યારે મારુતિ સુઝૂકીની આ કાર તેમાં કદાચ ફીટ બેસી જાય છે. આ કોમ્પેક્ટ સાઈઝ કાર સરળતાથી ટ્રાફિકમાં મૂવ કરી શકે છે. ઓછી પાર્કિંગ સ્પેસમાં પણ તે સરળતાથી પાર્ક કરી શકાય છે. એટલું જ નહીં પહાડી વિસ્તારોમાં પણ તે સારી રીતે ચલાવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારુતિની આ કાર છે જબરદસ્ત
અહીં જે કારની વાત કરી રહ્યા છીએ તે છે મારુતિ સૂઝૂકીની Alto K10 જે ભારતમાં લોકપ્રિય 5-ડોર હેચબેક કાર છે. ભારતમાં હજારોની સંખ્યામાં લોકો દર વર્ષે આ કાર ખરીદે છે. આજે અમે તમને આ કારની વિશિષ્ટતાઓ વિશે જણાવીશું કે શાં માટે યૂઝર્સને આ કાર ખુબ પસંદ પડે છે. 


ફ્યૂલ એફિશિયન્સી
Maruti Suzuki Alto K10 સારી માઈલેજ ઓફર કરે છે અને એટલે તે ગ્રાહકોમાં મનપસંદ  કાર બનેલી છે. પેટ્રોલ એન્જિન સાથે 24.39 kmpl અને સીએનજી એન્જિન સાથે 32.17 kmpl ની માઈલેજ તે આપે છે. 


અફોર્ડેબલ કાર
અલ્ટો કે10 ભારતમાં સૌથી સસ્તી કારોમાંથી એક કાર છે. તેની શરૂઆતની કિંમત ₹ 3.99 લાખ (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે. 


કોમ્પેક્ટ સાઈઝ
Alto K10 ની કોમ્પેક્ટ સાઈઝ તેને શહેરોમાં દોડાવવા યોગ્ય તો બનાવે જ છે પરંતુ સાથે સાથે તે પાર્ક કરવામાં પણ સરળ રહે છે. 


સ્પેશિયસ ઈન્ટીરિયર
આ કાર જો કે કોમ્પેક્ટ કાર છે પરંતુ કેબિનમાં ચાર લોકોના બેસવા માટે પૂરતી છે. તેમાં 5 લોકો પણ ફિટ થઈ શકે છે. તેમાં 214 લીટરનો બૂટ સ્પેસ પણ છે. 


સેફ્ટી ફીચર્સ
Alto K10 માં ડ્યુઅલ એરબેગ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)ની સાથે ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યુશન (EBD), ચાઈલ્ડ લોક, સીટ બેલ્ટ વોર્નિંગ અને સ્પીડ એલર્ટ જેવા સેફ્ટી ફીચર્સ સામેલ છે. 


ફીચર્સ
Alto K10 માં સ્ટાન્ડર્ડ રીતે ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પાવર વિન્ડો (ફ્રન્ટ), ઈલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ, એસી અને હીટર જેવી ખાસિયતો મળે છે. Alto K10 એવા લોકો માટે ઉત્તમ વિકલ્પ છે જે એક સસ્તી, માઈલેજવાળી અને કોમ્પેક્ટ કાર શોધી રહ્યા છે. જોવામાં આ કાર ખુબ એટ્રેક્ટિવ અને ટ્રેન્ડી જોવા મળે છે. તેને ડ્રાઈવ કરવી પણ સરળ છે જેના કારણે ગ્રાહકો તે ખરીદવાનું પસંદ કરે છે.