નવી દિલ્હી: લોકડાઉન (Lockdown)ના ચોથા તબક્કાના દિશાનિર્દેશમાં સરકારે આરોગ્ય સેતુ એપ (Aarogya Setu App) સાથે સંકળાયેલા નિયમને સરળ બનાવી શકે છે. સરકારે આ એપને ડાઉનલોડ કરવાની અનિવાર્યતા ખતમ કરીને તેને વૈકલ્પિક બનાવી દીધી છે. આરોગ્ય સેતુ એપને કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની દેખરેખ માટે વિકસાવવામાં આવી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહ મંત્રાલયે રવિવારે જાહેર કરેલા નવા દિશાનિર્દેશોમાં સરકારે એપના ફાયદા પર વિશેષ ભાર મુક્યો છે. સરકારે કહ્યું કે આ એપ કોરોના વાયરસના સંભવિત જોખમ અંગે પહેલાંથી જ જાણવામાં મદદ કરે છે. આ વ્યક્તિઓ અને સમાજના સુરક્ષા કવચની માફક છે. 


નવા દિશાનિર્દેશોના અનુસાર ''કાર્યાલયો અને કાર્યસ્થળો પર સુરક્ષા સુનિશ્વિત કરવા માટે નોકરીદાતાઓએ તમામ કર્મચારીઓના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપને ઇન્સ્ટોલ કરાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. 


જ્યારે આ પહેલાં એક મેના રોજ જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશોમાં સરકારે પણ તમામ કર્મચારીઓ માટે આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરવાનું અનિવાર્ય ગણાવ્યું હતું. 


રવિવારે જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશો અનુસાર જિલ્લા વહિવટીતંત્ર પાસે આ અધિકાર હશે કે તે કોઇ વ્યક્તિને આ એપ ઇન્સ્ટોલ કરવા માટે સલાહ આપી શકે છે. સાથે જ નિયમિત આધારે તેના સ્વાસ્થનું ધ્યાન રાખી શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube