ટ્વિટરને મોટો ઝટકો, આ દેશના રાષ્ટ્રપતિ સાથે પંગો પડ્યો ભારે! ભારતીય Koo ની એન્ટ્રી
ભારત સરકાર અને ટ્વિટર (Government vs Twitter) વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે નાઇજીરીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને અનિશ્ચિત સમય સુધી સસ્પેન્ડ કરી દીધું છે
નવી દિલ્હી: ભારત સરકાર અને ટ્વિટર (Government vs Twitter) વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે નાઇજીરીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને અનિશ્ચિત સમય સુધી સસ્પેન્ડ કરી દીધું છે. ત્યારબાદ હવે નાઇજીરીયામાં સ્વેદેશી માઈક્રોબ્લોગિંગ સાઈટ કૂ (Koo) એન્ટ્રી કરી ચુક્યું છે. Koo હવે ભારત ઉપરાંત નાઇજીરીયાના માર્કેટ પર પણ પકડ મજબૂત કરશે.
નાઇજીરીયાની ભાષામાં કૂ
કૂ (Koo) એ કહ્યું કે હવે ભારતીય માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ નાઇજીરીયામાં પણ ઉપલ્બધ છે. આ સાથે જ કૂએ કહ્યું કે તે નાઇજીરીયામાં યૂઝર્સ માટે નવી સ્થાનિક ભાષાઓ જોડવા ઈચ્છે છે. આ ઘટનાક્રમ આ કારણે મહત્વપૂર્ણ છે કે, નાઇજીરીયા સરકારે કૂના કોમ્પટીટર ટ્વિટર (Twitter) પર દેશમાં અનિશ્ચિત સમય સુધી રોક લગાવી છે. કૂની એક પોસ્ટમાં તેના સહ-સ્થાપક અને સીઈઓ અપ્રમેય રાધાકૃષ્ણએ કહ્યું કે, આ પ્લેટફોર્મ હવે નાઇજીરીયામાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચો:- Lockdown છતાં મહારાષ્ટ્રમાં દર કલાકે 12 દર્દીના મૃત્યુ, 24 કલાકમાં 13659 નવા કેસ
કાયદાનું કરવામાં આવશે પાલન
Koo ના સીઇઓ અપ્રમય રાધાકૃષ્ણએ કહ્યું કે અમે ત્યાં સ્થાનિક ભાષાઓ ઉમેરવાનો વિચાર કરી રહ્યા છીએ. રાધાકૃષ્ણએ કહ્યું, 'હવે અમારા માટે નાઇજીરીયામાં એક તક છે. Koo નો ઈરાદો એપમાં સ્થાનિક નાઇજીરિયન ભાષાઓ ઉમેરવાનો છે. તેમણે ઉમેર્યું કે, અમારું પ્લેટફોર્મ નાઇજીરિયન માર્કેટમાં વિસ્તૃત થવા માટે તૈયાર છે. કુ તેના ઓપરેશનના દેશોમાં સ્થાનિક કાયદાઓનું સંપૂર્ણ પાલન કરશે.
આ પણ વાંચો:- કેજરીવાલની ડ્રીમ યોજના 'ઘર-ઘર રાશન' પર કેન્દ્રે લગાવ્યો પ્રતિબંધ, આ છે કારણ
શું છે મામલો
ખરેખર, ટ્વિટરે બે દિવસ પહેલા નાઇજીરિયાના રાષ્ટ્રપતિ મોહમ્મુ બુહારીનું ઓફિશિયલ એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું હતું. ત્યારબાદ નાઇજીરીયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરી દીધું. નાઇજીરીયાના માહિતી અને પ્રસારણ મંત્રાલયનું કહેવું છે કે દેશના કોર્પોરેટરોને અપમાનિત કરવા માટે ટ્વિટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેથી સરકારે ટ્વિટરને અનિશ્ચિત સમય સુધી સસ્પેન્ડ રાખવાની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube