Lockdown છતાં મહારાષ્ટ્રમાં દર કલાકે 12 દર્દીના મૃત્યુ, 24 કલાકમાં 13659 નવા કેસ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 13659 નવા કેસ સામે આવ્યા છે. તો 300 લોકોના મૃત્યુ થયા છે. એટલે કે દર કલાકે 12 લોકોના મોત થઈ રહ્યાં છે.
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્ર (Maharashtra) માં જારી આકરા પ્રતિબંધો છતાં પણ કોરોના વાયરસના (Coronavirus) ના નવા કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 13659 નવા કેસ સામે આવ્યા છે. તો 300 લોકોના મૃત્યુ થયા છે. એટલે કે દર કલાકે 12 લોકોના મોત થઈ રહ્યાં છે.
માત્ર મુંબઈમાં 866 નવા કેસ
રાજધાની મુંબઈમાં કોરોનાના 866 નવા કેસ સામે આવ્યા અને 28 લોકોના મૃત્યુ થયા છે. પરંતુ રાહતની વાત છે કે સંક્રમિતોથી વધુ 1045 લોકો એક દિવસમાં સાજા થયા છે. જો રાજ્યની વાત કરવામાં આવે તો એક દિવસમાં 21776 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં મંગળવારે 14152 નવા કેસ સામે આવ્યા હતા અને 289 લોકોના મૃત્યુ થયા હતા.
નાંદેડ જિલ્લામાં 1179 ગામ કોરોનાથી મુક્ત
નાંદેડમાં પ્રતિબંધોની સૌથી વધુ અસર જોવા મળી છે. અહીં સતત નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. નાંદેડ જિલ્લાના કુલ 1604 ગામમાંથી 1179 ગામ કોરોના વાયરસથી મુક્ત થઈ ગયા છે, જ્યારે 271 અન્ય ગામમાં મહામારીની બીજી લહેર દરમિયાન સંક્રમણનો એક કેસ સામે આવ્યો નથી. અત્યાર સુધીનો રેકોર્ડ જોઈએ તો નાંદેડ જિલ્લામાં કોવિડ-19ના કુલ 90 હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને 1800 લોકોના મૃત્યુ થયા છે.
સોમવારથી શરૂ થશે મહારાષ્ટ્રમાં અનલોકિંગ
આ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે સાપ્તાહિક સંક્રમણ દર અને ઓક્સિજન બેડની ઉપલબ્ધતાના આધાર પર રાજ્યમાં કોરોના વાયરસ સંબંધી પ્રતિબંધોમાં ઢીલ આપવા માટે 5 લેવલ યોજનાની જાહેરાત કરી છે. શુક્રવારે મોડી રાત્રે તેનું નોટિફિકેશન પણ જારી કરી દેવામાં આવ્યું છે. ત્રણ જૂને સંક્રમણ દર અને ઓક્સિજન બેડની ઉપલબ્ધતાના આધાર પર આ આદેશ 7 જૂનથી લાગૂ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે