નવી દિલ્હી: સ્માર્ટફોન બનાવનાર કંપની લાવા (Lava) ઇન્ટરનેશલ લિમિટેડે 3,899 રૂપિયાની કિંમતમાં તેમનો ન્યૂ એન્ટ્રી લેવેલ સ્માર્ટફોન લાવા ઝેડ41 (Lawa Z41) લોન્ચ કર્યો છે. ફોન બે કલર મિડનાઇટ બ્લૂ અને અંબર રેડમાં ઉપલબ્ધ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- BSNLએ 108 રૂપિયાના પ્લાનમાં કર્યો ફેરફાર, 28 દિવસ સુધી મળશે 1GB ડેટા


સોશિયલ મીડિયાની જરૂરિયાતને પૂરી કરશે આ ફોન
લાવા ઇન્ટરનેશનલ પ્રોડક્ટ હેડ તેજિંદર સિંહના જણાવ્યા અનુસાર આ સ્માર્ટપોન ગ્રાહકોની તમામ સોશિયલ મીડિયા જરૂરિયાત, જેમ કે યૂ-ટ્યૂબ, વ્હોટ્સએપ અને ફેસબુક વગેરે જેવી એપ્લિકેશન પૂરી પાડે છે. ફોન યૂઝર્સને યૂ-ટ્યૂબ જેવી ડેટા કન્ઝ્યૂમિંગ એપ્સને સર્ફ કરવાની પરવાનગી આપે છે. જ્યાં યૂઝર તેના ડેટાના ખર્ચને નિયંત્રિત કરી શકે છે અને સુપર ફાસ્ટ ઇન્ટરફેસની સાથે વીડિયો ડાઉન્લોડ કરી શકો છો.


આ પણ વાંચો:- TikTokએ ડાઉનલોડની બાબતે ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામને પણ પાછળ રાખી દીધી...!


સ્માર્ટફોનમાં 5 ઇંચની ડિસ્પ્લે સુવિધા છે. લાવા ઝેડ 41 એ 5 MP રીઅર કેમેરા સાથે આવે છે, 2500 mAhની બેટરીથી સજ્જ છે. ડિવાઇસ 1 GB રેમ અને 16 GB રોમ સાથે એન્ડ્રોઇડ 9 પાઇ (ગો એડિશન) રન કરાવે છે.


જુઓ Live TV:- 


ટેક્નોલોજીના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...