BSNLએ 108 રૂપિયાના પ્લાનમાં કર્યો ફેરફાર, 28 દિવસ સુધી મળશે 1GB ડેટા
બીએસએનએલ આ પ્લાનમાં 500 એસએમએસ પણ આપી રહ્યું છે. આ પહેલા 108 રૂપિયાના પ્લાનને લિમિટેડ સમય માટે લોન્ચ કરવામાં આવ્યો હતો અને 90 દિવસ માટે બીએસએનએલ આ પ્લાન 30 જુલાઈથી 27 ઓક્ટોબર સુધી આપી રહ્યું હતું.
Trending Photos
નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો તરફથી 'ઓલ ઇન વન' પ્લાનની જાહેરાત કર્યાના થોડા દિવસ બાદ બીએસએનએલે તેના 108 રૂપિયાના પ્લાનમાં કેટલાક ફેરફાર કર્યાં છે. બીએસએનએલ આ ઓછી કિંમત વાળા પ્લાનમાં યૂઝરોને એક મહિના સુધી સર્વિસ આપવા જઈ રહ્યું છે. સાથે 1188 રૂપિયાના પ્લાનને પણ અપડેટ કરવામાં આવ્યો છે. ચેન્નઈ બીએસએનએલની સત્તાવાર વેબસાઇટ પર આ 108 રૂપિયાના પ્લાન સાથે જોડાયેલ એક પ્રમોશનલ ઓફરનો ઉલ્લેખ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે યૂઝરોને 1 જીબી ડેલી ડેટા 28 દિવસની વેલિડિટી સાથે મળશે. આ પ્લાનમાં યૂઝરોને અનલિમિટેડ વોઇસ કોલ્સ અને રોમિંગ કોલ્સ મુંબઈ અને દિલ્હી સર્કલને છોડીને મળશે.
પ્લાન 12 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ
બીએસએનએલ આ પ્લાનમાં 500 એસએમએસ પણ આપી રહ્યું છે. આ પહેલા 108 રૂપિયાના પ્લાનને લિમિટેડ સમય માટે લોન્ચ કરવામાં આવ્યો હતો અને 90 દિવસ માટે બીએસએનએલ આ પ્લાન 30 જુલાઈથી 27 ઓક્ટોબર સુધી આપી રહ્યું હતું. આ પ્લાનમાં યૂઝરોને દરરોજ 500MB ડેટા મળી રહ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે આ પ્લાનની ઉપલબ્ધતા હવે 12 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવી છે.
24 ઓક્ટોબરથી દેશભરમાં ઉપલબ્ધ
મહત્વનું છે કે, બીએસએનએલના 108 રૂપિયાના પ્લાનની ઉપલબ્ધતાને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. હવે બીએસએનએલ ટેલિકોમ સર્વિસ તરફથી કહેવામાં આવ્યું છે કે નવા યૂઝરો માટે દેશભરમાં 24 ઓક્ટોબરથી આ પ્લાન ઉપલબ્ધ થશે. સાથે 1188 રૂપિયાના પ્લાનને પણ ચેન્નઈ અને તમિલનાડુ માટે અપડેટ કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં 345 દિવસ માટે વોઇસ કોલિંગ માટે દરરોજ 250 મિનિટ, 5 જીબી ડેટા અને 1200 એસએમએસ મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે