નવી દિલ્હીઃ Lava Z3 Pro સ્માર્ટફોનને ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ઓછી કિંમતમાં સારી સુવિધા શોધી રહેલા લોકો માટે આ ફોન સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ ફોનની ખાસિયત તેની  5000mAh ની બેટરી છે. આવો ભારતીય બજારમાં આ ફોનની કિંમત સહિત ફીચર્સની વિગતે જાણકારી મેળવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફોનને બે કલર વેરિએન્ટમાં ઉતારવામાં આવ્યો છે સેયાન અને બ્લૂ. આ મોબાઇલની કિંમત માત્ર 7499 રૂપિયા રાખવામાં આવી છે અને ફોન કંપનીની સત્તાવાર વેબસાઇટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. 


Lava Z3 Pro Specifications
ડિસ્પ્લેઃ ફોનમાં 6.5 ઇંચની આઈપીએસ એચડી પ્લસ (720 x 1600  પિક્સલ ) ડિસ્પ્લે છે. ફોન 20:9 આસ્પેક્ટ રેશિયો, 263 પિક્સલ પ્રતિ ઇંચ પિક્સલ ડેનસિટી અને પ્રોટેક્શન માટે ગોરિલ્લા ગ્લાસ 3ની સાથે ઉતારવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ Realme Narzo 50 5G અને Realme Narzo 50 Pro 5G લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


કેમેરા સેટઅપઃ ફોનની બેક પેનલ પર ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે, 8 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર, સાથે એક સેકેન્ડરી કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. રિયર કેમેરો એચડીઆર મોડ, પોર્ટેટ મોડ, બ્યૂટી મોડ સિવાય નાઇટ મોડ સપોર્ટ કરે છે. સેલ્ફી માટે ફોનના ફ્રંટમાં 5 મેગાપિક્સલનું કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. 


રેમ અને સ્ટોરેજઃ ફોનમાં ઝેડ3 પ્રોમાં મીડિયાટેક હીલિયો એ25 ઓક્ટા-કોર પ્રોસેસરની સાથે 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તો માઇક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજને 512 જીબી સુધી વધારી શકાય છે. 


કનેક્ટિવિટીઃ ફોનમાં બ્લૂટૂથ વર્ઝન 5, વાઈ-ફાઈ, 4જી VoLTE, જીપીએસ, યૂએસબી ટાઈપ-સી પોર્ટ અને 3.5 મિલીમીટર હેડફોન જેક સામેલ છે. 


બેટરી બેકઅપઃ ફોનમાં 5 હજાર એમએએચની બેટરી આપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube