નવી દિલ્હીઃ જો તમારે નવો બજેટ ફોન ખરીદવો છે અને તમે કોઈ 'મેડ ઇન ઈન્ડિયા' ડિવાઇસની શોધમાં છો તો લાવાનો નવો ફોન તમારી આ શોધ પૂરી કરી શ કે છે. લાવા તરફથી ભારતમાં  Lava Z61 Pro લોન્ચ કરવામાં આવ્યો છે અને તેને એન્ટ્રી પ્રાઇઝ પર ઉતારવામાં આવ્યો છે. ફોનના રિયલ પેનલ પર 8 મેગાપિક્સલ અને સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં કેપ્સૂલ જેવા કેમેરા મોડ્યૂલ આપવામાં આવ્યું છે અને ટ્રેડિશનલ ડિવાઇસની જેમ પહોળા બેજલ્સ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં કિંમત અને સેલ
Lava Z61 Pro ની કિંમત ઈન્ડિયન માર્કેટમાં 5,774 રૂપિયા રાખવામાં આવી છે. 2 જીબી રેમની સાથે આવનાર ફોનને બે ગ્રેડિએન્ટ ફિનિશ-મિડનાઇટ બ્લૂ અને એમ્બર રેડમાં ખરીદી શકાશે. લાવા તરફથી કહેવામાં આવ્યું છે કે, નવી ડિવાઇસને ફ્લિપકાર્ડ અને એમેઝોન સિવાય ઓનલાઇન સ્ટોર્સ પરથી પણ તમે આગામી સપ્તાહે ખરીદી શકશો. 


ઈન્સ્ટાગ્રામમાં આવ્યું TikTok જેવું નવું ફીચર, આ રીતે કરો ઉપયોગ


Lava Z61 Proના સ્પેસિફિકેશન
લાવાના આ ડ્યૂલ સિમ સ્માર્ટફોનમાં 5.45 ઇંચની એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે અને ઉપર-નીચે પહોળા બેજલ્સ મળે છે. ડિસ્પ્લેનો આસ્પેક્સ રેશિયો 18:9 છે અને તેમાં  1.6GHz ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યો છે. 2 જીબી રેમ અને 16 બીજી ઇન્ટરનલ સ્ટોરેજ વાળા ડિવાઇસમાં 128 જીબી સુધી માઇક્રોએસડી કાર્ડ લગાવીને સ્ટોરેજ વધારી શકાય છે. 


કેમેરાની વાત કરીએ તો રિયર પેનલ પર એલઈડી ફ્લેશની સાથે 8 મેગાપિક્સલનો સિંગલ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. આ સિવાય સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો ટોપ-બેજલમાં આપવામાં આવ્યો છે. કેમેરા ફીચર્ચમાં બોકેહ મોડ, બર્સ્ટ મોડ, પેનોરમા અને ફિલ્ટર્સ વગેરે સામેલ છે. ફોનમાં  3,100mAhની બેટરી આપવામાં આવી છે અને માઇક્રોયૂએસબી પોર્ટ ચાર્જિંગ કનેક્ટિવિટી માટે મળે છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube