નવી દિલ્હીઃ Lenevoએ ભારતમાં નવી Lenovo Carme સ્માર્ટ વોચને લોન્ચ કરી દીધી છે. નવી Carme (HW25P) સ્માર્ટ વોચની કિંમત 3499 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહક તેને ફ્લિપકાર્ટ અને ક્રોમાથી ખરીદી શકે છે. આજે આ વોચની સેલ પણ ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોનોવોની આ નવી ફિટનેસ સ્માર્ટ વોચમાં 1.3-ઇંચ IPS કલર ડિસ્પ્લે, 2.5D કર્વ્ડ ડિઝાઇન અને વન-ટચ સેન્સર આપવામાં આવ્યું છે. સાથે આ IP68 સર્ટિફાઇડ છે. એટલે કે વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ પણ છે. લેનોવોએ આ સ્માર્ટ ફિટનેસ ટ્રેકરને માત્ર બે કલર ઓપ્શન- બ્લેક અને ગ્રીનમાં લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટ વોચને સિંગલ ચાર્જ બાદ 7 દિવસ સુધી ચલાવી શકાય છે. 


લેનોવો Carme સ્માર્ટ વોચમાં પેડોમીટરનો સપોર્ટ, 24x7 હાર્ટ રેટ મોનિટર અને સ્લીપ મોનિટર આપવામાં આવ્યું છે. આ વોચમાં 8 સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. તેમાં સ્કિપિંગ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ફુટબોલ, સ્વિમિંગ, વોકિંગ, રનિંગ અને સાઇકલિંગ સામેલ છે. આ વોચના બીજા ફીચર્સની વાત કરીએ તો તેમાં વેધર ફોરકાસ્ટ, ફોન સર્ચ, અલોર્મ રિમાઇન્ડર, સ્ટોપવોચ અને સોશિયલ મીડિયા એપ્સ, કોલ્સ, ટેક્સ્ટ મેસેજ અને ઈમેલ માટે સ્માર્ટ નોટિફિકેશનનો સપોર્ટ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે આ વોચમાં બ્લૂટૂથ વર્ઝન 4.2નો સપોર્ટ આપવામાં આવ્યો છે. 


ગ્રાહક લેનોવો લાઇફ એપ ડાઉનલોડ કરી શકે છે અને તેને સ્માર્ટવોચની સાથે પેયર કરી શકે છે. આ એપમાં ઘણા ફંક્શન મળશે. Lenovo Carme સ્માર્ટવોચમાં NRF52832 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેની બેટરી 200mAhની છે. ગ્રાહકોને બોક્સમાં ચાર્જિંગ બેસ પણ મળશે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર