નવી દિલ્હી: લગભગ એક વર્ષ બાદ સ્માર્ટફોન બનાવનાર કંપની લીનોવો (Lenovo)એ ઇન્ડિયન માર્કેટમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. બન્ને જ સ્માર્ટફોન ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. પહેલા સ્માર્ટફોન લીનોવો કે-9ની (Lenovo K9) કિંમત 8999  રુપિયા અને બીજો ફોન લીનોવો એ5 (Lenovo A5)ની કિંમત 5999 રૂપિયાથી શરૂ થાય છે. બન્ને ફોન એક્સક્લૂસિવલી ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલ્બધ થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્લિપકાર્ટની સાથે ભાગીદારી
લોન્ચિગના સમય પર લીનોવોના ઉપાધ્યક્ષ એડવર્ડ ચાંગે કહ્યું હતું કે, ગત વર્ષથી અમે ભારતીય બજારમાં મજબુત ફ્લિપકાર્ટની સાથે ભાગીદારીમાં ગ્રાહકોની બદલાતી પસંદગીને તૈયાર કરી રહ્યા હતા. કે-9 અને એ-5ને ફ્લિપકાર્ટ પર નિરીક્ષણ અને ગ્રાહકોની બદલાતી પસંદગીના અભ્યાસ કર્યા પછી બનાવ્યા છે. લીનોવો કે9માં 5.7 ઇંચની ડિસ્પલે છે, તેમાં 8 કોર મીડિયા ટેક હેલિયો પી-22 પ્રોસેસર છે. જેની સાથે 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે.


Lenovo K9ના ફિચર્સ
લીનોવો K9માં 5.7 ઇંચની ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે છે. ફોનમાં 2.0 ગીગા હર્ટઝનું ઓક્ટાકોર પ્રોસેસર અને 3 જીબી રેમ છે. હાઇબ્રિડ ડ્યૂઅલ સિમ સ્લોટવાળા આ સ્માર્ટફોનની ઇન્ટરનલ સ્ટોરેજ 32 જીબી છે, જેને 128 જીબી સુધી વધારી શકીએ છે. કેમેરાની વાત કરીએ તો 13+5 MPનો ડ્ચુઅલ કેમેરો AI રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 3000 mAhની બેટરી છે. ફેસ અનલોક ફીચરની સાથે તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. તેની કિંમત 8999 રૂપિયા છે.


Lenovo A5ના ફિચર્સ
લીનોવો A5માં 5.45 ઇંચની ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે છે. ફોનમાં 1.3G ગીગા હર્ટઝનું ઓક્ટાકોર પ્રોસેસર અને 2 જીબી અને 3 જીબી રેમ છે. ડ્યૂઅલ સિમ સ્લોટવાળા આ સ્માર્ટફોનમાં માઇક્રો એસડી કાર્ડ પણ લગાવી શકાય છે. મેમેપી કાર્ડથી સ્ટોરેજ એક્સપેન્ડ કરી શકાય છે, કેમેરાની વાત કરીએ તો 13 MPનો AI મેન કેમેરો અને 8 MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ફેસ અનલોક ફીચરની સાથે તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. 2 જીબી રેમ અને 16 જીબી સ્ચોરેજવાળા ફોનની કિંમત 5999 રૂપિયા અને 3જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજવાળા ફોનની કિંમત 6999 રૂપિયા છે.


ટેક્નોલોજીના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...