સિયોલ: દક્ષિણ કોરિયાઇ કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સ (LG Electronics) બજારમાં જલદી જ પોતાના રોટેટિંગ ફોર્મ ફેક્ટર સાથે નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી છે. આ ફોનને તેણે વિંગ (Wing) નામ આપ્યું છે. તેની કિંમત 840 ડોલર આસપાસ રહેવાની આશા છે. એલજીએ કહ્યું કે તેનો આ નવો સ્માર્ટફોન 14 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલજીના અનુસાર તેમનું આ નવો ડુઅલ સ્ક્રીન સ્માર્ટફોઅન પોતાના પ્રોજેક્ટ નામે જ ઓળખાશે. આ પહેલાં કંપનીએ ઘણા નામ પર વિચાર કર્યો, જેમાં સ્વિંગ પણ હતું. પરંતુ અંતે કંપનીએ વિંગ નામ સાથે જવાનો નિર્ણય કર્યો. 


6.8 ઇંચની હશે સ્ક્રીન
કંપનીએ આ ફોનને લોન્ચ માટે વીડિયો ઇન્વિટેશન મોકલી દીધા છે પરંતુ અત્યાર સુધી તેની વિશેષતાઓ ખુલાસો કરવામાં આવ્યો નથી. સૂત્રોનું કહેવું છે કે આ ફોનની મેન સ્ક્રીન 6.8 ઇંચ હશે જ્યારે તેની સેકેન્ડરી સ્ક્રીન ચાર ઇંચની હોય શકે છે. સાથે જ કંપનીએ આ ફોનમાં ટ્રિપલ કેમેરા સેટઅપ લગાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં મેન સેન્સર 64 મેગા પિક્સલનો હશે.  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube