નવી દિલ્હીઃ LG એ ભારતીય માર્કેટમાં OLED ટીવીની નવી રેન્જ લોન્ત કરી છે. કંપનીએ ગેમર્સ માટે નવા ફ્લેક્સિબલ OLED ટીવીને લોન્ચ કર્યું છે. કંપનીએ દુનિયાનું પ્રથમ 97 ઇંચનું OLED ટીવી લોન્ચ કર્યું છે. આ સિવાય કંપનીએ 21 મોડલ્સ લોન્ચ કર્યાં છે. તેમાં 8K OLED Z3 સિરીઝ, OLED evo Gallery Edition G3 સિરીઝ, OLED evo C3 સિરીઝ, OLED B3 and A3 સિરીઝ ટીવી સામેલ છે. કંપનીના નવા ફ્લેક્સિબલ OLED ગેમિંગ ટીવીની કિંમત 2,49,990 રૂપિયાથી શરૂ થાય છે. તો કંપનીના 97 ઇંચના મોડલની કિંમત ભારતમાં 1 કરોડથી વધુ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LG ફ્લેક્સિબલ OLED ટીવીમાં કર્વ્ડ સ્ક્રીન આપવામાં આવી છે. તે 12 અલગ-અલગ એડજસ્ટેબલ લેવલ્સની સાથે આવે છે. આ ટીવીની હાઈટને પણ સેટ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે ટીવીની સ્ક્રીન એન્ટી-રિફ્લેક્શન કોટિંગની સાથે આવે છે. આ સાથે Dolby Vision સપોર્ટ પણ આપવામાં આવ્યું છે. તેમાં 40W સ્પીકર્સનો સપોર્ટ આપવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ કારમાં બેઠેલા બાળકોનો જીવ બચાવશે આ ફિચર! બધી ગાડીમાં હોય, છતાં લોકોને નથી હોતી ખબર


નવા LG OLED ટીવી ગેમ ઓપ્ટિમાઇઝર સુવિધાની સાથે આવે છે. તેમાં ગેમિંગ સ્પેસિફિક સર્વિસ આપવામાં આવી છે. આ ટીવીમાં 0.1 મિલી સેકેન્ડનો રિસ્પોન્સ ટાઇમ, સારા અને સ્મૂથ ગેમિંગનો અનુભવ મળશે. ગેમ ઓપ્ટિમાઇઝર સેક્શનમાં G-SYNC, FreeSync Premium,રિફ્રેશ રેટ વગેરે સામેલ છે. 


LG એ C3 OLED evo ટીવી રજૂ કર્યું છે. આ ખુબ પાતળું છે. તેને વન મોલ ડિઝાઇનની સાથે રજૂ કરવામાં આવ્યું છે. તેને દીવાલ પર લગાવ્યા બાદ ટીવી અને દીવાલમાં કોઈ ગેપ રહેતો નથી. તે કેનવાસ પેન્ટિંગ જેવું લાગે છે. LG G3 OLED Evo TV સિરીઝ 55 ઇંચ, 65 ઇંચ અને 77 ઇંચ સહિત સાઇઝમાં આવે છે. તેમાં ડોલ્બી વિઝન અને ડોબ્લી એટમોસ આપવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube