LG લોન્ચ કરશે ROLLABLE PHONE, સ્માર્ટફોન માર્કેટમાં બનાવશે મજબૂત પકડ
તાજેતરમાં જ રોલેબલ ટીવીને લોન્ચ કર્યા બાદ દક્ષિણ કોરિયાની ટેક્નોલોજી કંપની એલજી હવે આગામી વર્ષની શરૂઆતમાં રોલેબલ ડિસ્પ્લે સાથે સ્માર્ટફોન લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે.
સિઓલ: તાજેતરમાં જ રોલેબલ ટીવીને લોન્ચ કર્યા બાદ દક્ષિણ કોરિયાની ટેક્નોલોજી કંપની એલજી હવે આગામી વર્ષની શરૂઆતમાં રોલેબલ ડિસ્પ્લે સાથે સ્માર્ટફોન લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહી છે. નવી શોધ હેઠળ કંપનીનો આ બીજો પ્રોજેક્ટ હશે, જેને પ્રોડક્ટ બીનું કોડનેમ આપવામાં આવ્યું છે. સૂત્રોના અનુસાર એલજી માર્ચ 2021 સુધી રોલેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે.
તમારા ફોનની બેટરી જલદી પુરી થઇ જાય છે? ફટાફટ ડિલીટ કરો આ 22 એપ્સ
એક્સડીએ ડેવલોપર્સના રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવેલો એલજી વિંગ પહેલો એવો સ્માર્ટફોન છે, જે કંપની એક્સપ્લોરર પ્રોજેક્ટનો ભાગ રહ્યો છે. આ સ્માર્ટફોનની સ્ક્રીનને ઉપર સુધી ફેરવી શકાય છે. કંપનીના સીઇઓ કોન બોન્ગ સીઓકેના નામ પર સ્માર્ટફોનનું નામ અત્યાર માટે પ્રોજેક્ટ બી રાખવામાં આવ્યું છે. હાલ માટે સ્માર્ટફોન વિશે વધુ જાણકારી આપી નથી, પરંતુ વિંગની લોન્ચિંગ દરમિયાન કંપનીએ પોતાના આગામી સ્માર્ટફોન વિશે જણાવ્યું હતું.
એલજી રેનબો 2021ની પ્રથમ ત્રિમાસિકમાં આવશે. એલજી રોલેબલ ફોન માર્ચમાં આવશે. એલેકના અનુસાર એલજી દ્વારા વર્ષ 2.6 કરોડ સ્મર્ટફોનનું વેચાન કરવાનું અનુમાન છે અને કંપનીનું લક્ષ્ય ગત વર્ષની તુલનામાં વધુ વેચવાનું છે. 2021ની ચોથા ક્વાર્ટરના અંત સુધી કંપનીને 3 કરોડ યૂનિટના વેચાણનું અનુમાન છે. કંપની સ્માર્ટફોન માર્કેટમાં પોતાની શોધને ફરીથી પ્રાપ્ત કરવા કરવા માંગે છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube