CVIGIL App: લોકતંત્રના મહાપર્વનું બ્યૂગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે લોકસભાને ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. જેની શરૂઆત 19 એપ્રિલના રોજ થશે. 4 જૂને પરિણામ આવશે. તો બીજી તરફ લોકસભાની ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને સ્વતંત્ર રીતે યોજાય તેના માટે ચૂંટણી પંચે એક એપ બનાવી છે. જેની મદદથી સામાન્ય લોકો પણ આયોગની મદદ કરી શકશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એપ્લિકેશનને મોબાઇલ ફોન પર ડાઉનલોડ કરી લોકો કોઇપણ અસામાજિક ગતિવિધિઓનો વિડીયો અથવા ફોટો આયોગને મોકલી શકશે. જોકે ભારત ચૂંટણી પંચે સી વિજીલ (CVIGIL App) નામની એક એપ્લિકેશન બનાવી છે. આ એપ વડે મતદાર મતદાન કેન્દ્ર પરથી કોઇપણ સંદિગ્ધ વ્યક્તિ અને ગરબડીની ફરિયાદ કરી શકે છે. આવો જાણીએ આ એપ્લિકેશન કેવી રીતે કામ કરશે. 


Weather Report: મૌસમે બદલ્યો મિજાજ, આગામી 4 સુધી આ રાજ્યોમાં વરસાદની આગાહી
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર, 7 તબક્કામાં યોજાશે મતદાન, 4 જૂને જાહેર થશે પરિણામ


97 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ 
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યું કે દેશમાં લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે. જ્યારે મતગણતરી 4 જૂનના રોજ થશે. તેમણે કહ્યું કે ચૂંટણી માટે અમારી ટીમ સંપૂર્ણ રીતે તૈયાર છે. ચૂંટણીમાં 97 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. 10.5 લાખ પોલીંગ સ્ટેશન હશે જ્યારે 55 લાખ ઈવીએમનો ઉપયોગ થશે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાની સાથે જ હવે દેશમાં આચારસંહિતા પણ લાગૂ થઈ ગઈ છે. 


ચૂંટણીની તારીખો જાહેર: ઇલેક્શન કાર્ડમાં ઓનલાઇન અપડેટ કરો નવું એડ્રેસ, આ રહી રીત
પોલ બંધ, ન ગાડી, ન જાહેરાતો.... જાણો શું છે આચાર સંહિતા, કયા-કયા લાગશે પ્રતિબંધો


જાણો કેવી રીતે કરશે કામ
સૌથી પહેલાં તો તમારે તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડશે. આ એપ એંડ્રોઇડ અને આઇઓએસ ફોન પર ઉપલબ્ધ છે. ચૂંટણી દરમિયાન ક્યારેય પણ આચાર સંહિતાનું ઉલ્લંઘન અથવા મતદાનને પ્રભાવિત કરવા જેવી ગતિવિધિઓ થઇ રહી છે તો તમે તેને એક એપના માધ્યમથી વીડિયો ફોટો રેકોર્ડ કરી એપ પર અપલોડ કરી શકો છો. ખાસ વાત એ છે કે મોબાઇલમાં પહેલાંથી રેકોર્ડ કંટેંટ અપલોડ કરી શકાશે નહી. એપથી જ ગરબડનું રેકોર્ડિંગ કરવું પડશે. 


તને પ્રમોશન અને પગાર પણ વધારી દઈશ તું મને ખુશ...., જાણી લો છોકરીઓ પાસે કયા છે પાવર
Surya Gochar: સૂર્યદેવને કૃપાથી આ 4 રાશિઓનું ચમકશે નસીબ, ખાતામાં આવશે દે ધના ધન રૂપિયા


ફરિયાદીનું નામ રહેશે ગોપનીય
તો બીજી તરફ આ એપ પર ફરિયાદ કરનારાઓનું નામ અને સરનામું ગુપ્ત રાખવામાં આવશે. આયોગે ફરિયાદીની સુરક્ષાને લઈને આ નિર્ણય લીધો છે. આ સિવાય ફરિયાદી વિશે કોઈને કહેશે તો તે અધિકારી અને કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવશે.


100 મિનિટમાં દૂર થશે ફરિયાદ
ચૂંટણી પંચે તેના માટે 100 મિનિટનો ટાઇમ ફિક્સ કર્યો છે. જે પણ ફરિયાદ હશે તે સીધી કંટ્રોલ રૂમને મોકલવામાં આવશે. ત્યાંથી સંબંધિત ટીમને ફરિયાદ કરવામાં આવશે પછી તે પ્રભાવી કાર્યવાહી કરી યોગ્ય જવાબ એપ પર અપલોડ કરી દેવામાં આવશે. સમગ્ર કાર્યવાહી રિટર્નિંગ ઓફિસરના માધ્યમથી 100 મિનિટમાં થશે. 


Chia Seeds: સવારે ભૂખ્યા પેટ દૂધમાં નાખીને ખાવ આ નાના દાણા, વજન ઘટાડવા માટે છે વરદાન
આ કારે જાન્યુઆરીનો બદલો ફેબ્રુઆરીમાં લીધો, બલેનો પાસેથી છિનવી લીધો નંબર-1 નો તાજ!


ઉમેદવાર લાલચ આપે તો કરી શકો છો ફરિયાદ
ચૂંટણીની તારીખોની જાહેરાત કરતા પહેલા મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે જનતા ચૂંટણીને લઈને પોતાની ફરિયાદ પણ કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે જનતાએ બસ Cvigil એપ પર જઈને ફોટો ખેંચીને અપલોડ કરવાનો છે. ત્યારબાદ અમે 100 મિનિટની અંદર તમારી સમસ્યાનું સમાધાન કરી દઈશું. 


આ મામલે વધુ માહિતી આપતાં દમોહ કલેક્ટર સુધીર કોચરે જણાવ્યું હતું કે, નાગરિકો લોકસભા ચૂંટણીને લઈને કમિશનની એપ સી વિજિલ (CVIGIL App) નો ઉપયોગ કરી શકે છે. જેમાં રાજકીય પક્ષોના પ્રચારને લગતી કોઈપણ ફરિયાદ સીધી આયોગ સુધી પહોંચશે અને વહીવટીતંત્ર પંચની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરશે. લોકો આ એપને પોતાના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી શકે છે જે હવે યોગ્ય રીતે કામ કરશે. આ સાથે દમોહના એસપી શ્રુતિકીર્તિ સોમવંશીએ કહ્યું કે શાંતિપૂર્ણ ચૂંટણી માટે પોલીસનો પ્લાન સંપૂર્ણપણે તૈયાર છે.


બસ 10 દિવસ બાકી... તમને ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર, નહી ચૂકવવો પડે 1 પણ રૂપિયો
ચોરોની ફેવરિટ છે આ મારૂતિ કાર, આ કામ કરાવ્યું હશે તો કંપની આપશે નવી કારની કિંમત


ચૂંટણી કાર્યક્રમ
વર્તમાન લોકસભા કાર્યકાળ 16 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે અને નવી લોકસભાની રચના તે પહેલા થવાની છે. બીજી બાજુ આંધ્ર પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં પણ વિધાનસભાઓનો કાર્યકાળ જૂનમાં અલગ અલગ તારીખો પર પૂરો થઈ રહ્યો છે. ત્યારે દેશમાં 7 તબક્કામાં ચૂંટણી થશે. જેમાં  પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે અને મતગણતરી 4 જૂનના રોજ થશે. દેશભરમાં 543 લોકસભા સીટો પર સાત તબક્કામાં મતદાન થશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂન 2024ના રોજ જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. મતદાન આ રીતે સાત તબક્કામાં થશે. 


Holashtak 2024: હોળાષ્ટથી કુંભ-કર્ક સહિત આ 5 રાશિઓના શરૂ થશે ખરાબ દિવસો, આર્થિક મામલે ગાભા નિકળી જશે
Mangal Gochar 2024: આજથી કુંભ રાશિમાં ગ્રહોના સેનાપતિની એન્ટ્રી, આ 5 રાશિઓનો બેડો થઇ જશે પાર


19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન
26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન
7 મે ત્રીજા તબક્કાનું મતદાન
13 મે ચોથા તબક્કાનું મતદાન
20  મે પાંચમ તબક્કાનું મતદાન
15  મે છઠ્ઠા તબક્કાનું મતદાન
1 જૂને સાતમા તબક્કાનું મતદાન


Power Food: માર્કેટમાં આવી ગયા છે ચીકૂ, Weight Loss થી માંડીને BP રહેશે કંટ્રોલમાં
Tips & Tricks:શું તમારા ઘરમાં પણ છે મચ્છરોની ફોજ, ઝેરી મોસ્કીટોના બદલે વાપરો આ વસ્તુ


વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત
ચૂંટણી પંચે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી છે. બિહાર, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર, ત્રિપુરા સહિત વિવિધ રાજ્યોની 26 વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. CECએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર (કેન્દ્ર શાસિત પ્રદેશ)માં પણ ચૂંટણી થવાની છે. જોકે, પંચે J&Kમાં ચૂંટણીની જાહેરાત કરી નથી.