પ્રેમ નહિ મળે અને મુસીબત ગળે પડશે! ઓનલાઈન ડેટિંગ કરતી વખતે આ 5 સ્કેમ્સને ટાળો
Kasperskyના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગુનેગારો આવા ઘણા નકલી વેબ પેજ બનાવે છે જે લોકપ્રિય ડેટિંગ સાઇટ્સ જેવા જ છે. આ પેજ છેતરપિંડીથી લોકોની સંવેદનશીલ માહિતી મેળવે છે. જેનાથી ઘણા જોખમો છે.
ઘણા લોકો વેલેન્ટાઈન વીકમાં ઓનલાઈન ડેટિંગ કરવાનું પસંદ કરી શકે છે. જેથી કરીને આ ખાસ દિવસ કોઈ ખાસ વ્યક્તિ સાથે વિતાવી શકાય. પરંતુ, ઓનલાઈન ડેટિંગ એપ્સ પણ તમને જોખમમાં મૂકી શકે છે કારણ કે હેકર્સ તેમના પર નજર રાખે છે. આવી સ્થિતિમાં, અમે તમને ઑનલાઇન ડેટિંગ સ્કેમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેથી તમે સુરક્ષિત રહી શકો.
ફિશિંગ ફોર ડેટિંગ રિસોર્સ
Kasperskyના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગુનેગારો આવા ઘણા નકલી વેબ પેજ બનાવે છે જે લોકપ્રિય ડેટિંગ સાઇટ્સ જેવા જ છે. આ પેજ છેતરપિંડીથી લોકોની સંવેદનશીલ માહિતી મેળવે છે. જેનાથી ઘણા જોખમો છે.
Fake Application:
કોઈપણ પ્રકારની નકલી એપ્લિકેશનો પહેલાંથી જ લોકો માટે જોખમી છે અને વેલેન્ટાઇન ડે જેવા પ્રસંગો હેકર્સ માટે જેકપોટ તરીકે કામ કરે છે. આ એપ્સ માલવેરથી ભરેલી છે. જે તમારા ફોનમાં એન્ટ્રી કરીને તમારી વિગતો ચોરી શકે છે. Kasperskyના દાવા મુજબ, હેકર્સ Tinder, Badoo, Bumble અને Grinder જેવા મોટા નામોનો ફાયદો ઉઠાવી રહ્યા છે.
Doxing:
ડોક્સિંગમાં વ્યક્તિની વ્યક્તિગત માહિતી જાહેરમાં શેર કરવામાં આવે છે. ઓનલાઈન ડેટિંગના મામલામાં આ ખૂબ જ ગંભીર બાબત છે. આમાં ગુનેગારો કોઈને નુકસાન પહોંચાડવા અથવા બ્લેકમેલ કરવા માટે સંવેદનશીલ માહિતીનો ઉપયોગ કરે છે. આ શારીરિક અને માનસિક બંને બાબતો માટે જોખમી છે.
Catfishing:
આ એક એવી પ્રક્રિયા છે જેમાં લોકોને નકલી ઓનલાઈન હાજરી દ્વારા રિલેશનશીપ બાંધવાની લાલચ આપવામાં આવે છે. Kaspersky અનુસાર, ઘણા સ્પામ ઈમેઈલ લોકોને લલચાવવા માટે આકર્ષક પ્રોફાઈલ અને નકલી ઓળખનો ઉપયોગ કરે છે. આ મેઈલમાં માલવેર હોય છે.
Stalkerware:
આ એક પ્રકારનું સોફ્ટવેર છે જે ઉપકરણમાં ગુપ્ત રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે. જેથી યુઝરની ઓનલાઈન એક્ટિવિટી અને લોકેશન ટ્રેક કરી શકાય. Kaspersky અનુસાર, ગયા વર્ષે 29,312 લોકો તેનાથી પ્રભાવિત થયા હતા.