નવી દિલ્લીઃ દરેકની ઈચ્છા હોય છે પોતાની સફરને શાનદાર બનાવવા માટે શાનદાર ખરીદવાની. એમાંય શોખના શોખીનોની કમી નથી હોતી. હવે જેની પાસે પૈસા છે તેના માટે તો કઈ ગાડી લેવી અને કઈ નહીં એ જ પ્રશ્ન હોય છે. ત્યારે હજુ ગયા મહિનાની જ વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર માસમાં મહિન્દ્રાની બે ગાડીઓએ મારફાટ ગાડીઓએ માર્કેટમાં રીતસરની ધૂમ મચાવી દીધી. સપ્ટેમ્બર મહિનામાં માર્કેટમાં મહિન્દ્રાની આ બે ગાડીઓ સૌથી વધુ ડિમાન્ડમાં રહી હતી. હવે એ ગાડીઓના નામ સાંભળીને તમે પણ કહેશો કે આ ગાડીઓની તો વાત જ અલગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક રિપોર્ટ મુજબ સપ્ટેમબર મહિનામાં ભારતમાં મહિન્દ્રાની સ્કોર્પિયો અને મહિન્દ્રાની XUV700 સૌથી વધુ ડિમાન્ડમાં છે. જ્યારે આ ઉપરાંત મહિન્દ્રા ઠાર પણ ઓફ બીટ સેગમેન્ટમાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવે છે. એવું પણ કહેવાય છેકે, જે એકવાર મહિન્દ્રાની ગાડી વાપરે છે પછી એને બીજી કોઈ ગાડી નથી ગમતી. સપ્ટેમ્બર મહિનાના આંકડાઓ સાથે સરખામણી કરીએ તો ઓટોમોબાઈલ સેક્ટરમાં ઈન્ડિયન માર્કેટમાં મહિન્દ્રાની નવી મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિકની માંગ ઝડપથી વધી રહી છે. મહિન્દ્રા આવી જ એક બ્રાન્ડ છે અને હાલમાં તે ભારતમાં ફીચરથી ભરપૂર અને VFS SUV રજૂ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ભારતીય કાર નિર્માતાએ સપ્ટેમ્બર 2022માં નવી સ્કોર્પિયો અને XUV700ના 15,000થી વધુ યુનિટ વેચ્યા છે. આ કારણે આ SUVની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે.


મહિન્દ્રા XUV700 એ મચાવી છે ધૂમ-
નવી XUV700 ના કુલ 6,063 યુનિટ્સનું શરૂઆતમાં વેચાણ થયું છે. જ્યારે બીજી તરફ સ્કોર્પિયોએ કુલ 9,536 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે. આ તમામ વેચાણના આંકડાઓએ સ્કોર્પિયોને સપ્ટેમ્બર 2022માં ભારતમાં સૌથી વધુ વેચાતી મહિન્દ્રા કાર બનાવી છે.


મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિકની ડિમાન્ડ-
કંપનીએ સપ્ટેમ્બર 2022માં કુલ 8,108 એકમોનું વેચાણ કર્યું હતું, જ્યારે તેની બોલેરો બ્રાન્ડ લાઇન-અપમાં બીજા નંબરનું સૌથી વધુ વેચાણ કરતું મોડલ હતું. આંકડાઓ કહે છે કે તેણે Y-O-Y ધોરણે 268 ટકા વૃદ્ધિ નોંધાવી છે.


નવી સ્કોર્પિયો હાલમાં તેની મજબૂત ડિઝાઇન, પ્રીમિયમ કેબિન, શક્તિશાળી પાવરટ્રેન વિકલ્પો અને સુવિધાઓની વિસ્તૃત સૂચિ માટે ખરીદદારો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. નવી સ્કોર્પિયો-એન ખરીદદારોને પેટ્રોલ તેમજ ડીઝલ એન્જિન તેમજ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પો સાથે ઓફર કરવામાં આવી રહી છે.


મહિન્દ્રા XUV700 ફીચર્સ-
Mahindra XUV700 એ પ્રીમિયમ SUV માંની એક છે અને તે ભારતીય બજારમાં Tata Safari, Hyundai Alcazar, MG Hector જેવા ઘણા વાહનો સાથે સ્પર્ધા કરે છે. સ્કોર્પિયો-એનની જેમ XUV700 બહુવિધ પાવરટ્રેન વિકલ્પો સાથે આવે છે. આમાં ADAS સેટઅપ અને સલામતી માટે એક લાંબી યાદી જોવા મળે છે.