73 હજાર સુધી મોંઘી થઇ જશે મહિંદ્વાની ગાડીઓ, તમારી પાસે બાકી રહ્યા છે ફક્ત 3 દિવસ
જો તમે મહિંદ્વા એન્ડ મહિંદ્વાની કોઇ ગાડી લેવાનું વિચારી રહ્યા છે તો તાત્કાલિક લઇ લો. મોડું કરશો નહી. કારણ કે ત્રણ દિવસ બાદ મહિંદ્વાના વાહન 73,000 રૂપિયા સુધી મોંઘી થઇ જશે. કાચા માલનો વધતો જતો ખર્ચ પુરો કરવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.
મહિંદ્વા એન્ડ મહિંદ્વા દ્વારા મળતી માહિતી અનુસાર, કંપની પોતાના મુસાફરો અને વાણિજ્યિક વાહનોની કિંમતમાં એપ્રિલથી 5,000 રૂપિયાથી માંડીને 73,000 રૂપિયા સુધીનો વધારો કરશે. આ વધારાના કારણે કંપનીના વાહનોમાં આગામી મહિનાથી 0.5 ટકાથી 2.7 ટકાનો વધારો થશે.
Big Bazaar ફ્રી શોપિંગ વીકએન્ડ: 3000 રૂપિયાની ખરીદી પર 3000 રૂપિયા મળશે પરત
કંપનીના અધ્યક્ષ (વાહન ક્ષેત્ર) રાજન વઢેરાએ એક નિવેદનમાં કહ્યું હતું કે 'આ વર્ષે જિંસના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી જોવા મળી. આ ઉપરાંત 1 એપ્રિલથી નિયામકીય જરૂરિયાતોને પુરી કરવાની છે. તેનાથી ખર્ચ વધશે. અમે અમારી પડતરને ઓછી કરવા માટે પ્રયત્નો કર્યા છે, પરંતુ કિંમત વધારો રોકવો સંભવ નથી. તેમણે કહ્યું કે તેના લીધે 1 એપ્રિલથી વાહનોના ભાવ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ કંપની શરૂ કરી રહી છે સેલ્ફ ડ્રાઇવ સર્વિસ, ડ્રાઇવરના બદલે જાતે ચલાવો ગાડી
રેનો અને ટાટાએ પણ વધાર્યા ભાવ
આ અઠવાડિયે ફ્રાંસની કાર કંપની રેનોએ ક્વિડની કિંમતમાં 3 ટકાના વધારાની જાહેરાત કરી હતી. ગત મહિને ટાટા મોટર્સે પણ કાચા માલની પડતર અને બહારી આર્થિક સ્થિતિનો હવાલો આપતાં મુસાફર વાહનોના ભાવમાં એપ્રિલથી 25 હજાર રૂપિયાના વધારાની જાહેરાત કરી હતી.