Car sales in september 2022: દેશની દિગ્ગજ કાર મેકર કંપની મહિંદ્રાએ સપ્ટેમ્બરમાં પોતાની કાર વેચાણના આંકડા જાહેર કર્યા છે. કંપનીએ કાર વેચાણનો રેકોર્ડ બનાવતાં ગત મહિને 64,486 યૂનિટ્સ વાહનોનું વેચાણ કરવામાં આવ્યું છે. આ કંપનીની સર્વોચ્ચ માસિક વેચાણ છે. મહિંદ્રાએ ગત વર્ષની તુલનામાં 129% નો ગ્રોથ નોંધાયો છે. આ ઉપરાંત કંપનીએ સૌથી વધુ ત્રિમાસિક વેચાણનો પણ આંકડો પાર કરી ગયો છે. એસયૂવી વેચાણના મામલે પણ મહિન્દ્રા નંબર વન રહી છે. કંપનીએ કહ્યું કે સપ્ટેમ્બરમાં મહિન્દ્રાએ 34,262 યૂનિટ્સ SUV વેચી અને આ 166% ગ્રોથ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલરમાં પણ તગડું વેચાણ
કંપનીએ 4,071 યૂનિટ્સ સાથે ઇલેક્ટ્રિક થ્રીવ્હીલર વાહનોનું પણ અત્યાર સુધી સૌથી વધુ માસિક વેચાણ નોંધાયું છે. એક વર્ષ પહેલાંની તુલનામાં 170% ટકા વધુ છે. મહિના માટે કંપનીએ 2,538 વાહનોની નિકાસ કરી. મહિન્દ્રાના ઓટોમોટિવ ડિવીઝનના અધ્યક્ષ વીજય નાકરાએ કહ્યું કે ''તહેવારોની સિઝનની મજબૂત શરૂઆત સાથે એક ખૂબ જ રોમાંચક મહિનો હતો. 


Scorpoi-N ને જોરદાર રિસ્પોન્સ
કંપનીએ તાજેતરમાં પોતાની મહિન્દ્રા Scorpoi-N એસયૂવીની ડિલિવરી શરૂ કરી છે. કંપનીની આ એસયૂવીને લોન્ચ થતાં જ ગ્રાહકોને શાનદાર રિસ્પોન્સ મળ્યો છે. મહિન્દ્રાની Scorpoi-N ને પહેલાં દિવસે જ 30 મિનિટમાં 1 લાખ વધુ બુકિંગ મળી ગઇ હતી. આ ઉપરાંત થાર અને એસયૂવી 700 ની પણ માંગ પણ ખૂબ મજબૂત રહી છે. 


મહિંદ્રાએ પહેલાં જ જાહેરાત કરી હતી કે તે તહેવારની સિઝનની આસપાસ Scorpoi-N ની ડિલિવરી શરૂ દેશે અને ડિસેમ્બરના અંત સુધી 25,000 ઓર્ડરને પુરા કરવાનો પ્રયત્ન રહેશે. મહિન્દ્રા Scorpoi-N માં એક પેટ્રોલ એન્જીન છે જે 200 પીએસ અને 380 એનએમ જનરેટ કરે છે. તેનું ડિઝલ એન્જીન 175 પીએસ અને 400 એનએમ આપવામાં સક્ષમ છે. તેમાં 3ડી સરાઉન્ડ સિસ્ટમ સાથે 12-સ્પીકર સોની સિસ્ટમ, એપ્પલ કાર પ્લે અને એંડ્રોઇડ ઓટો સપોર્ટ, 20.32-સેમી ઇંફોટેનમેંટ સ્ક્રીન, સેગમેંટમાં સૌથી પહોળી સનરૂફ, બ્લેક લેધરેટ સીટો, અને 70+ કનેક્ટેડ કાર જેવા ફીચર્સ મળે છે.