Mahindra Scorpio Classic S5 Variant: સ્કોર્પિયો મહિન્દ્રા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને સફળ પ્રોડક્ટ રહી છે. ગયા વર્ષે, જ્યારે મહિન્દ્રાએ નવી સ્કોર્પિયો-એન લોન્ચ કરી હતી, ત્યારે તેણે તેની હાલની સ્કોર્પિયોને બંધ કરી ન હતી, પરંતુ કેટલાક ફેરફારો કરીને તેને નવા અવતારમાં લૉન્ચ કરી છે, જેનું નામ સ્કોર્પિયો ક્લાસિક છે. જો કે, સ્કોર્પિયો ક્લાસિક માત્ર બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરવામાં આવી - S અને S11. S એ બેઝ વેરિઅન્ટ છે જ્યારે S11 એ ટોપ વેરિઅન્ટ છે. પરંતુ, હવે મહિન્દ્રા S5 વેરિઅન્ટ પ્રદાન કરી રહી છે, જે આ બે (S અને S11) વચ્ચેનું વેરિઅન્ટ છે. Mahindra Scorpio Classic S5 વેરિઅન્ટ પણ ડીલરશીપ સુધી પહોંચવાનું શરૂ કરી દીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંયો:
લોન્ચ થઈ મોસ્ટ પાવરફુલ Sport Bike! કિંમત છે 42 લાખ રૂપિયા, ડિઝાઇન પણ છે દમદાર
શું તમારે પણ બાળકોનું Aadhaar Card કઢાવવું છે? આજે જ ઘરે બેઠા કરો અરજી
Upcoming: આ વર્ષે માર્કેટમાં લોન્ચ થશે Jimny, Exter, Elevate સહિત આ 8 નવી SUV


મહિન્દ્રાએ હજુ સુધી તેના S5 વેરિઅન્ટની કિંમતો જાહેર કરી નથી. પરંતુ, તેની કિંમત બેઝ વેરિઅન્ટ S (રૂ. 12.99 લાખ, એક્સ-શોરૂમ) અને ટોપ-સ્પેક વેરિઅન્ટ S11 (રૂ. 16.81 લાખ, એક્સ-શોરૂમ) વચ્ચે હશે. આ નવું S5 વેરિઅન્ટ તેના બેઝ S વેરિઅન્ટની નજીક લાગે છે કારણ કે તેમાં વધુ ફીચર્સ ઉમેરવામાં આવ્યા નથી. બેઝ એસ વેરિઅન્ટની સરખામણીમાં તેમાં કંઈ ખાસ નથી. S ટ્રીમથી અલગ આમાં 17-ઇંચના એલોય વ્હીલ્સ, બોડી-કલર્ડ બમ્પર્સ, બોડી-કલર્ડ પ્લાસ્ટિક બોડી ક્લેડીંગ, રૂફ રેલ્સ, ડોર ક્લેડીંગ અને સ્કોર્પિયો બ્રાન્ડિંગ સાથે સાઇડ સ્ટેપ્સ છે બસ આટલું જ અપગ્રેડ કરવામાં આવ્યું છે.


જો કે, બોડી-કલર ડોર હેન્ડલ્સ, ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, સ્ટીયરિંગ-માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ, ફોગ લેમ્પ્સ અને ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ORVM પણ હોય તો સારું હોત. પરંતુ, આ બધુ  નવા S5 ટ્રીમમાં આપવામાં આવ્યુ નથી. તે બેઝ વેરિઅન્ટ(ઓ)માંથી ઘણી સુવિધાઓ છે જેમ કે મેન્યુઅલ AC, રીઅર એસી વેન્ટ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં MID, LED ટેલલાઇટ્સ વગેરે.


આ પણ વાંયો:
ફ્લોલેસ લુકમાં જોવા મળી Mouni Roy,ટ્રાન્સપરન્ટ વ્હાઇટ આઉટફિટે જીત્યા લોકોના દિલ
Highest Paid OTT એક્ટ્રેસ કોણ? સુષ્મિતા, સામન્થા અને ગૌહર ટોપ 5 માં સામેલ
High Paying Jobs : આ છે ટોપ 5 હાઈએસ્ટ પેઈંગ વર્ક ફ્રોમ હોમ જોબ્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube