નવી જનરેશનની સ્કોર્પિયો નહીં લે જૂના મોડલની જગ્યા, બજારમાં એક સાથે જોવા મળશે બે ધાક્ડ SUV!
Mahindra ભારતમાં નવી સ્કોર્પિયો ઝડપથી લોન્ચ કરવા જઈ રહી છે. નવી સ્કોર્પિયો સંપૂર્ણ નવા લૂકમાં લોન્ચ થવા જઈ રહી છે.
નવી દિલ્હીઃ Mahindra ભારતમાં નવી સ્કોર્પિયો ઝડપથી લોન્ચ કરવા જઈ રહી છે. નવી સ્કોર્પિયો સંપૂર્ણ નવા લૂકમાં લોન્ચ થવા જઈ રહી છે. ભારતીયો નવી સ્કોર્પિયોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ તેની સામે હાલની સ્કોર્પિયોની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. આ જ કારણ છે કે મહિન્દ્રાએ નવી સ્કોર્પિયો સાથે વર્તમાન મોડલનું વેચાણ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. મતલબ કે નવી સ્કોર્પિયો વર્તમાન મોડલનું સ્થાન લેશે નહીં.
SUVનું ફેસલિફ્ટ મોડલ 2014માં થયું લોન્ચ-
મહિન્દ્રાએ વર્ષ 2002માં સ્કોર્પિયોનું પહેલું મોડલ લોન્ચ કર્યુ હતું. ત્યારથી SUV મોડલ ભારતીય ગ્રાહકોનું પસંદગીનું રહ્યુ છે. આ SUVનું ફેસલિફ્ટ મોડલ વર્ષ 2014માં લોન્ચ કરવામાં આવ્યુ હતું. કંપની દર મહિને સ્કોર્પિયોના 3,100 યુનિટ્સનું વેચાણ કરે છે. બે દાયકા જેટલો સમય થવા આવ્યો પરંતુ આ SUVની માગમાં કોઈ ઘટાડો થયો નથી. સ્કોર્પિયો મહિન્દ્રાનું સૌથી વધુ વેચાણ ધરાવતી કારમાંથી એક છે. આ દમદાર SUV છે જેને ઓફ રાઈડિંગ માટે ઉપયોગમાં લઈ શકાય છે.
બીજી રોમાં કેપ્ટન સીટ્સનું રહેશે આકર્ષણ-
મહિન્દ્રા નવી જનરેશનની સ્કોર્પિયોને હાઈટેક ફિચર્સ સાથે લોન્ચ કરવા જઈ રહી છે. નવી SUVના ફીચર્સ વિશેની જાણકારી એક પછી એક સામે આવી રહી છે. નવી જનરેશનની સ્કોર્પિયોની બીજી રોમાં કેપ્ટન સીટો જોવા મળશે, જે ઘણી આરામદાયક હશે અને આ સીટો તેના ટોપ મોડલમાં રહી શકે છે. SUVના સ્ટાન્ડર્ડ મોડલમાં સામાન્ય સીટ બીજી રોમાં રે તેવી સંભાવના છે.
9 ઈંચનું રહેશે ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ-
વર્ષ 2022માં લોન્ચ થનાર મહિન્દ્રા સ્કોર્પિયોમાં સૌથી મહત્વપૂર્ણ એડવાન્સ ડ્રાઈવર આસીસ્ટન્ટ સિસ્ટમ રહેશે. આ સિસ્ટમ હાલમાં લૉન્ચ કરવામાં આવેલી Mahindra XUV700માં જોવા મળે છે. કારના ટોપ મોડલમાં પણ આ ફિચર્સ હોય તેવી સંભાવના છે. અહીં કારમાં સવારને 10-સ્પીકર ઓડિયો સિસ્ટમ, 9-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એલઇડી લાઇટ ઓલ ઓવર, 6 એરબેગ્સ અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી જેવી હાઇ-ટેક સુવિધાઓ મળશે. 360ડિગ્રી કેમેરો આ કારમાં જોવા મળશે. નવી સ્કોર્પિયો સુરક્ષાની દ્રષ્ટિએ એક શાનદાર SUV રહેશે.
ઓટોમેટિક ક્લાઈમેન્ટ કંટ્રોલ-
કારના ફિચર્સની વાત કરીએ તો, SUVમાં મલ્ટી-ફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, પેનોરેમિક સનરૂફ અને વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધાઓ મળી શકે છે. નવી પેઢીની સ્કોર્પિયો 155 bhp પાવર અને 360 Nm પીક ટોર્ક બનાવતા 2.0-લિટર mHawk ટર્બો પેટ્રોલ સાથે મળી શકે છે અને 2.0-લિટર 4-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન 150 bhp પાવર અને 300 Nm પીક ટોર્કનો વિકલ્પ ધરાવે છે. કંપની બંને એન્જિન વિકલ્પોમાં 6 મેન્યુઅલ ગિઅર અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ ઓફર કરી શકે છે.