Force Gurkha SUV: મહિન્દ્રા થારે તેની સ્ટાઇલ અને ઑફરોડિંગ વડે દિલ જીતી લીધા છે. તાજેતરમાં લૉન્ચ થયેલી મારુતિ સુઝુકી જિમ્ની હવે તેને સખત ટક્કર આપી રહી છે કારણ કે તેને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે હવે આ કાર્સને ફોર્સ ગુરખા દ્વારા જોરદાર ટક્કર આપી રહી છે. જો કે તેની સરખામણીમાં ગુરખાનું વેચાણ ઘણું ઓછું છે. આ લેખમાં, ચાલો જાણીએ ફોર્સ ગુરખા વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોર્સ ગુરખાની કિંમત રૂ. 14.75 લાખ (એક્સ-શોરૂમ) છે. તે 2.6 લિટર ડીઝલ એન્જિન સાથે આવે છે, જે 90 PS પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે, જે તમામ વ્હીલ્સને પાવર સપ્લાય કરે છે. તેને લો-રેન્જ ટ્રાન્સફર કેસ અને મેન્યુઅલ (આગળ અને પાછળના) લોકીંગ ડિફરન્સિયલ્સ સ્ટાન્ડર્ડ મળે છે. તેનો અર્થ એ કે, તમે તેની સાથે ઑફરોડિંગનો આનંદ માણી શકશો.



ફોર્સે નવા ગુરખામાં 7.0-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપી છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી સાથે આવે છે. તેમાં મેન્યુઅલ એસી, 4-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ અને ફ્રન્ટ પાવર વિન્ડો જેવી સુવિધાઓ છે. સલામતીની વાત કરીએ તો, તેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે ABS અને પાછળના પાર્કિંગ સેન્સર જેવા ફીચર્સ છે.


હાલમાં, બજારમાં ઉપલબ્ધ ગુરખા મહિન્દ્રા થાર અને મારુતિ સુઝુકી જિમ્ની સાથે ટક્કરમા છે. કિંમતના દૃષ્ટિકોણથી, તે Skoda Kushaq, Volkswagen Taigun, Kia Seltos, Hyundai Creta અને Nissan Kicks જેવી SUV સાથે પણ સ્પર્ધામા છે. 


આ પણ વાંચો:
સંભાળીને રહેજો...અતિ ભારે વરસાદની આગાહી, આજે આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ
આ વસ્તુની ખેતીથી કરી શકો છો કરોડોની કમાણી! જાણો કઈ વાતનું રાખવું પડશે ધ્યાન

એક મહિના સુધી બે હાથે રુપિયા ભેગા કરશે આ રાશિના લોકો, રોકાણથી થશે જબરદસ્ત ફાયદો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube