નવી દિલ્હી : ફેસબુક (Facebook)ના વડપણવાળી મેસેજિંગ કંપની Whatsapp ભારતમાં મોબ લિન્ચિંગની વધી રહેલી ઘટનાઓમાં તેનું નામ આવવાને કારણે ભારે દબાણમાં છે. હવે આ દબાણમાં વોટ્સએપે આવી અફવાઓ ન ફેલાય એના પર નજર રાખવાની જવાબદારી એક મહિલા અધિકારીને સોંપી છે જેનું નામ છે કોમલ લાહિરી. કોમલ વોટ્સએપના ગ્લોબલ કસ્ટમર ઓપરેશન્સની સિનિયર ડિરેક્ટર છે. તે અમેરિકામાં રહીને ભારતમાં વોટ્સએપ પર ફેલાતા સંદેશાઓ પર નજર રાખશે. દેશના અનેક વિસ્તારોમાં ભીડ દ્વારા માર મારીને હત્યા કરાઈ હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા પછી ભારતે આવા નકલી સંદેશાઓના પ્રસાર અને પ્રસાર રોકવા માટે જરૂરી પગલાં ઉઠાવવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેસેજિંગ કંપનીએ પોતાની વેબસાઇટ પર કોમલ લાહિરીની માહિતી આપી છે. આમાં કહેવામાં આવ્યું છે કે યુઝર મોબાઇલ એપ કે પછી ઇ-મેઇલ મોકલીને કોમલનો સંપર્ક કરી શકે છે. તે યુઝરને સંપૂર્ણ રીતે મદદ કરશે. કોમલ આ પહેલાં ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામના કોમ્યુનિટી ઓપરેશન્સમાં સિનિયર ડિરેક્ટર રહી ચૂકી છે. અહીં તેમણે 4 વર્ષ સુધી કામ કર્યું છે. 


કોમલના લિન્ક્ડ ઇન પ્રોફાઇલ પ્રમાણે તેને ફાઇનાન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને સિક્યુરિટીના ફિલ્ડમાં કામ કરવાનો સારો એવો અનુભવ છે. વોટ્સએપમાં આવતા પહેલાં તેઓ ફેસબુકમાં કામ કરતા હતા. અહીં તેઓ 9 મહિના સુધી સિનિયર ડિરેક્ટર હતા. તેમણે પે પાલમાં છ વર્ષ સુધી સેવા આપી હતી. કોમલે પુણે યુનિવર્સિટીમાંથી બી.કોમ. કરીને સેન્ટ ક્લારા યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું છે. 


ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...