સ્માર્ટફોન માર્કેટમાં મોટી ધમાલ, 62% ઓછી કિંમતે ખરીદીની શાનદાર તક
જો તમે મોબાઇલ ફોન કે સ્માર્ટફોન ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો તમારી પાસે એક સારી તક છે
નવી દિલ્હી : જો તમે મોબાઇલ ફોન કે સ્માર્ટફોન ખરીદવાની યોજના બનાવી રહ્યા હો તો તમારી પાસે એક સારી તક છે. તમે 62 ટકા જેટલી ઓછી કિંમત પર મોબાઇલ ખરીદી શકો છો. હકીકતમાં મોબાઇલ હેન્ડસેટ નિર્માતાઓએ આગામી 11 ઓક્ટોબરથી શરૂ થનારા ચાર દિવસીય ફ્લિપકાર્ટ સેલ માટે હેન્ડસેટની કિંમત 62 ટકા સુધી ઘટાડવાની જાહેરાત કરી છે.
મોબાઇલ ફોનની અગ્રણી કંપની સેમસંગે પોતાના હેન્ડસેટ SAMSUNG GALAXY S8 પર 20,000 રૂ.ની છૂટ દેવાની ઘોષણા કરી છે. હાલમાં આ સ્માર્ટફોનની કિંમત 49,000 રૂ. છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે સેમસંગના ફ્લેગશિપ જેવા ગેલેક્સી એસ8 (64 જીબી) સ્માર્ટફોનની કિંમત આ સેલમાં 29,990 રૂ. હશે.
આ ક્રમમાં જ પેનાસોનિકે પોતાના 4જી સ્માર્ટફોન P91 પર 62 ટકા છૂટની જાહેરાત કરી છે. ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડે સેલમાં આ ફોન 2,990રૂ. મળશે. આ સેલમાં Honor 10 સ્માર્ટફોન 24,999 રૂ.માં ઉપલબ્ધ હશે. મોબાઇલ ફોન નિર્માતા કંપની અસુસ પોતાના ફોન પર 1,000થી 2,000 રૂ.ની છૂટ આપશે. આ રીતે ઓપ્પોએ પણ 2,000-4,000 રૂ.ના ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.