ગૂગલ પ્લે સ્ટોરમાં સંતાયેલું હોઈ શકે છે સ્માર્ટફોનને ડેમેજ કરતું માલવેયર!
એન્ટિવાઇરસ સોલ્યુશન આપતી કંપની ક્વિલ હિલની લેબમાં હાલમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે
નવી દિલ્હી, સૌરભ સુમન : ટેકનોલોજી જેટલી ઝડપથી અપડેટ થઈ રહી છે એટલા જ ઝડપથી અપડેટ થઈ રહ્યા છે એની સાથે જોડાયેલા ખતરા. શું તમને ખબર છે કે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોરથી જે એપ ડાઉનલોડ કરવામાં આવે છે એમાં માલવેયર સંતાયેલો હોઈ શકે છે. આ માલવેયર તમારા સ્માર્ટફોનને ડેમેજ કરીને એને નુકસાન પહોંચાડી શકે છે. એન્ટિવાઇરસ સોલ્યુશન આપતી કંપની ક્વિલ હિલની લેબમાં હાલમાં આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. ક્વિક હિલને માહિતી મળી હતી કે ગૂગલ પ્લે સ્ટોરમાં માલવેયર છુપાયેલા હતા અને ત્યાંથી એને 50 હજાર કરતા વધારે વખત ડાઉનલોડ પણ કરવામાં આવ્યા છે. ક્વિલ હિલે આ વાતની જાણકારી ગૂગલને પણ આપી છે અને પ્લે સ્ટોરમાંથી માલવેયર હટાવી દેવામાં આવ્યા છે.
[[{"fid":"182179","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
આવી રીતે uninstall કરો માલવેયર એપ્લિકેશન
સેટિંગમાં એપ મેનેજરમાં જાઓ
નકલી ગૂગલ પ્લેસ સ્ટોર વિશે જાણકારી મેળવીને એને અનઇસ્ટોલ કરો
જો તમને ખાસ સમજ ન પડતી હોય તો મોબાઇલ એન્ટિવાઇરસનો ઉપયોગ કરો
એન્ટિવાઇરસ આવા માલવેયરની જાણકારી મેળવીને એને અનઇસ્ટોલ કરવાનો સંકેત આપે છે
બચો નકલી એપથી
કોઈ પણ એપ ડાઉનલોડ કરતા પહેલાં એ વિશે વિગતવાર માહિતી લઈ લો
એપ ડેવલપરનું નામ અને વેબસાઇટની માહિતી મેળવી લો. કંઈ ગડબડ લાગે તો સતર્ક રહો
એપની સમીક્ષા અને રેટિંગ જુઓ પણ ધ્યાન રાખો કે એ પણ નકલી હોઈ શકે છે
કોઈપણ થર્ડ પાર્ટી એપ સ્ટોરથી એપ ડાઉનલોડ ન કરો
સારા એન્ટિવાઇરસનો ઉપયોગ કરો
સુરક્ષિત નેટવર્કનો જ ઉપયોગ કરો અને અજાણ્યા પોપ-અપ પર ક્લિક ન કરો
ટેકનોલોજીને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...