નવી દિલ્હીઃ હવે ફેસબુક ઇન્સ્ટાગ્રામ દ્વારા તમે મોટી કમાણી કરી શકશો, ખુદ કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ન માત્ર તેની જાણકારી આપી છે, પરંતુ રીત પણ જણાવી છે. જો તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ પૈસા કમાવવા માટે કરવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે છે. હકીકતમાં ફેસબુકના સીઈઓએ પોતાના સત્તાવાર એકાઉન્ટના માધ્યમથી એક પોસ્ટમાં કહ્યું કે કંપની 2024 સુધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કોઈપણ રેવેન્યૂ શેરિંગ પર પ્રતિબંધ લગાવી દેશે. તેમણે કહ્યું- અમે 2024 સુધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કોઈપણ રેવેન્યૂ શેરિંગ પર પ્રતિબંધ લગાવી દેશું. તેમાં પેડ ઓનલાઇન ઇવેન્ટ, સબ્સક્રિપ્શન, બેજ અને બુલેટિન સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય ઝુકરબર્ગે બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્રિએટર્સ માટે પૈસા કમાવાની નવી રીતની જાહેરાત કરી છે. લિસ્ટમાં ડિજિટલ ક્લેક્ટિબલ્સ, સ્ટાર્ટ અને અન્ય વચ્ચે ઇન્ટરઓપરેબલ સબ્સક્રિપ્શન જેવા ફીચર્ચ સામેલ છે. ઝુકરબર્ગે કહ્યું કે આ ફીચર્સ ક્રિએટર્સને મેટાવર્સના નિર્માણમાં મદદ કરશે. 


ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આવનારા નવા ફીચર્સ
કુલ મળીને ફેસબુકના સંસ્થાપકે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ક્રિએટર્સ માટે પાંચ નવા ફીચર્સની જાહેરાત કરી છે. જુઓ લિસ્ટ...


1. Interoperable Subscriptions (ઇન્ટરઓપરેબલ સબ્સક્રિપ્શન) આ ફીચર ક્રિએટર્સને પોતાને ચુકવણી કરનાર સબ્સક્રાઇબરને અન્ય પ્લેટફોર્મ પર સબ્સક્રાઇબર-ઓનલી ફેસબુક ગ્રુપ્સ સુધી પહોંચવામાં મદદ કરશે. 


2. Facebook Stars (ફેસબુક સ્ટાર્સ): ઝુકરબર્ગે તે પણ કહ્યું કે કંપની સ્ટાર્સ નામનું પોતાની ટિપિંગ ફીચર તમામ એલિજિબલ ક્રિએટર્સ માટે ખોલી રહી છે, જેથી વધુમાં વધુ લોકો તેની રીલ, લાઇવ કે ઓડિયો, વીડિયોથી કમાણી શરૂ કરી શકે. 


3. Monetizing Reels (મોનેટાઇઝિંગ રિલ્સ): આ સિવાય કંપની ફેસબુક પર વધુ ક્રિએટર્સ માટે રીલ્સ પ્લે બોનસ પ્રોગ્રામ ખોલી રહી છે, જે ક્રિએટર્સને પોતાની ઇન્સ્ટાગ્રામ રીલ્સને ફેસબુક પર ક્રોસ-પોસ્ટ કરવા અને તેને ત્યાં પણ મોનેટાઇઝ કરવાની સુવિધા આપશે. 


4. Creator Marketplace (ક્રિએટર માર્કેટપ્લેસ) મેટા સીઈઓએ કહ્યું કે કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર એક સેટ પ્લેસનું ટેસ્ટિંગ શરૂ કર્યું છે, જ્યાં ક્રિએટર્સને શોધી અને ચુકવણી કરી શકાય છે, અને જ્યાં બ્રાન્ડ નવા ભાગીદારીના અવસરોને શેર કરી શકે છે. 


5. Digital Collectibles (ડિજિટલ કલેક્ટિબલ્સ): અંતમાં ઝુકરબર્ગે કહ્યુ કે કંપની ઇન્સ્ટાગ્રામ પર એનએફટી ડિસ્પ્લે કરવા માટે અને વધુ ક્રિએટર્સને સપોર્ટ કરવાનો વિસ્તાર કરી રહી છે. ઝુકરબર્ગે એક પોસ્ટમાં લખ્યું- અમે આ ફીચરને જલદી ફેસબુક પર પણ લાવીશું- યૂએસ ક્રિએટર્સના એક નાના ગ્રુપની સાથે શરૂ- જેથી લોકો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ક્રોસ-પોસ્ટ કરી શકે. અમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં એનએફટીનું પણ ટેસ્ટિંગ કરીશું. જલદી જ સ્પાર્કરની સાથે. 


આ પણ વાંચોઃ માત્ર 899 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી, ડેટા-કોલિંગની સાથે જિયોનો દમદાર પ્લાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube