માત્ર 899 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી, ડેટા-કોલિંગની સાથે જિયોનો દમદાર પ્લાન

હાલમાં રિલાયન્સ જિયોએ જિયોફોનના પ્લાનમાં કેટલાક ફેરફાર કર્યાં છે. અહીં અમે તમને જિયોફોનના 899 રૂપિયાના પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ જેમાં તમને 336 દિવસની વેલિડિટી મળી રહી છે. 

માત્ર 899 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી, ડેટા-કોલિંગની સાથે જિયોનો દમદાર પ્લાન

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો પોતાના પ્રીપેડ અને પોસ્ટપેડ યૂઝર્સ સિવાય જિયોફોન યૂઝર્સનું પણ ખાસ ધ્યાન રાખે છે. JioPhone નો ઉપયોગ કરી રહેલા યૂઝર્સ માટે કંપનીની પાસે પ્લાનનું એક લાંબુ લિસ્ટ ચે. હાલમાં જિયોફોન પ્લાનની કિંમતમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. અહીં અમે તમને કંપનીના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ જે માત્ર 899 રૂપિયામાં તમને 336 દિવસની વેલિડિટી ઓફર કરી રહ્યું છે. 

Jio નો 899 રૂપિયાનો પ્લાન
કંપનીનો આ પ્લાન માત્ર જિયોફોન યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. તેને JioPhone All-In-One Plans ની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. તેને આ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે તેમાં ડેટા અને અનલિમિટેડ કોલિંગની સાથે એસએમએસ અને જિયો એપ્સની સુવિધાઓ મળે છે. 

બેનિફિટ્સની વાત કરીએ તો 899 રૂપિયાનો જિયોફોન પ્લાન 336 દિવસની વેલિડિટી ઓફર કરે છે. તે 28 દિવસના 12 પેક્સ બરાબર થાય છે. તેમાં તમને 28 દિવસ માટે બે જીબી ડેટા મળે છે, જે કુલ મળીને 24 જીબી થાય છે. તમને એસએમએસ પણ 28 દિવસના હિસાબે 50-50 આપવામાં આવે છે. આ સિવાય અનલિમિટેડ વોઇસ કોલિંગ અને જિયો એપ્સનું સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 

જો તમારે આ સુવિધા માત્ર થોડા દિવસ માટે જોઈએ તો 91 રૂપિયાનો જિયોફોન પ્લાન હાજર છે. તેમાં કુલ 3જીબી ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 50 એસએમએસની સાથે જિયો એપ્સની ફ્રી મેમ્બરશિપ આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news