વોશિંગ્ટન: ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે અમેરિકી કોંગ્રેસની બે દિવસની સુનાવણી શરૂ થતા મંગળવારે પ્રાઈવસીનો ભંગ કરતા ડેટા લીક મામલે સાર્વજનિક રીતે માફી માંગી લીધી. આ મામલે ફેસબુક પર મોટા સવાલો ઉઠ્યાં હતાં. ઝુકરબર્ગે સેનેટના વાણિજ્ય અને ન્યાયપાલિકા સમિતિઓ સામે પોતાની ટિપ્પણીઓની શરૂઆત ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદના અભિયાન સંબંધિત ડેટાફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાને ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશમાં 8.7 કરોડ યૂઝર્સની ખાનગી માહિતી ભેગા કરતી રોકવામાં નિષ્ફળ રહેવા બદલ માફી માંગીને કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એક મોટી ભૂલ હતી-ઝુકરબર્ગ
ઝુકરબર્ક પહેલા પણ યૂઝર્સ અને જનતા પાસે અનેકવાર માફી માંગી ચૂક્યા છે પરંતુ તેમના કેરિયરમાં આ પહેલીવાર બન્યું કે તેઓ અમેરિકી કોંગ્રેસ સામે હાજર થયા. તેઓ સદનની ઉર્જા અને વાણિજ્ય સમિતિ સામે પણ  બુધવારે નિવેદન આપશે. સુનાવણીમાં ઝુકરબર્ગે પોતાની કંપનીમાં લોકોનો ભરોસો ફેર સ્થાપિત થાય તેવા પ્રયત્ન કર્યાં. તેમણે કહ્યું કે અમે અમારી જવાબદારીઓ પર પર્યાપ્ત રીતે મોટો દ્રષ્ટિકોણ ન અપનાવ્યો અને તે અમારી મોટી ભૂલ હતી.


મને તેનો અફસોસ છે-માર્ક
માર્ક ઝુકરબર્ગે કહ્યું કે 'આ મારી ભૂલ હતી અને મને તેનો અફસોસ છે. મેં ફેસબુક શરૂ કરી, મેં તેને ચલાવી અને અહીં જે કઈ થયું તેના માટે હું જવાબદાર છું. આ ઉપરાંત કંપનીના યૂઝર્સને પણ સતર્ક કરવાનું શરૂ કરું દીધુ કે કેમ્બ્રિજ એનાલિટિકાએ તેમનો ડેટા ભેગો કર્યો છે.'


ઝુકરબર્ગની કંપની વિવાદમાં ઘેરાઈ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તેમના પ્રચાર અભિયાન સાથે જોડાયેલી કંપની કેમ્બ્રિજ એનાલિટિકા પર ગોપનીય રીતે 8.7 કરોડ યૂઝર્સની ખાનગી માહિતી ભેગી કરવાનો આરોપ છે. આ આરોપો બાદ ઝુકરબર્ગની કંપની વિવાદોમાં ફસાઈ છે.


રાજીનામું આપવાની ના પાડી
ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગની કંપનીમાં પ્રાઈવસીને લઈને પેદા થયેલા વિવાદ બાદ રાજીનામું આપવાની તેમણે સોમવારે ના પાડી દીધી. તેમણે જો કે ભારત, પાકિસ્તાન અને અમેરિકામાં થયેલી ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં એક સ્વતંત્ર અન્વેષણ સમિતિની રચનાની જાહેરાત કરી. આ સપ્તાહ કોંગ્રેસમાં પોતાની જુબાની પહેલા ઝુકરબર્ગ સાંસદોને મળવા માટે અમેરિકાની રાજધાની પહોંચ્યાં. અટલાન્ટિક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુંમાં ઝુકરબર્ગે રાજીનામાની સંભાવનાને ફગાવી દીધી હતી.