મારૂતિ સુઝુકી ઇંડિયા લિમિટેડ (Maruti Suzuki) એ ન્યૂ અર્ટિગા (Ertiga) ને 21 નવેમ્બર 2018ના રોજ લોંચ કરી હતી. તેમની કંપનીને સારો રિસ્પોંસ મળ્યો છે. કંપની હવે અર્ટિગાનો નવો અવતાર લાવવાની યોજના બનાવી રહી છે. આ દાવો એક ઓટો પોર્ટલ સાઇટ પર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અર્ટિગાનો નવો અવતાર સ્પોર્ટી લુકમાં આવશે અને આ 6 સીટર હશે. કંપની તેને નેક્સા પ્રીમિયમ ડીલરશિપ નેટવર્ક દ્વારા વેચશે. મારૂતિ દ્વારા કોઇ સત્તાવાર સૂચના મળી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ અર્ટિગાની કિંમત 7.44 લાખ રૂપિયા
હાલ અર્ટિગાની કિંમત 7.44 લાખ રૂપિયાથી 10.90 લાખ રૂપિયા વચ્ચે છે. કંપની હવે 2019માં 6 સીટર અર્ટિગાને બજારમાં ઉતારી શકે છે. તેનો લુક મારૂતિ S-Cross જેવો હશે. તેને કંપની હાર્ટટેક્સ પ્લેટફોર્મ પર લોંચ કરશે. હાલ અર્ટિગા કંપનીના 2200 શોરૂમ દ્વારા વેચાઇ રહી છે. કંપની 6 સીટર અર્ટિગાને મહિંદ્વાની મરાજોના મુકાબલે લોન્ચ કરશે. 

ઓટોના વધુ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો


2019ના મધ્યમાં આવી શકે છે બજારમાં
ગાડીવાડી ડોટ કોમના સમાચાર અનુસાર સંભાવના છે કે 6 સીટર સ્પોર્ટી અર્ટિગા 2019ના સેકન્ડ હાફમાં બજારમાં ઉતારશે. તેનું ગ્રાઉંડ ક્લીયરેંસ હાલના મોડલ કરતાં સારું હોઇ શકે છે. સાથે જ એક્સટીરિયરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં તેને પ્રદર્શિત કરી હતી, જેમાં તેના વ્હીલ નવા પ્રકારના લાગે છે.


કેવું હશે એન્જીન
સ્પોર્ટી અર્ટિગામાં 1.5 લીટરનું K15B SHVS પેટ્રોલ એંજીન લાગેલું હશે, જે 104.7 પીએસ પાવર જનરેટ કરશે. તેનો ટોર્ક 138 એનએમ હશે. તેમાં 5 સ્પીડ ગિયર હશે.