નવી દિલ્હીઃ Maruti Alto K10 Xtra Edition:ભારતમાં મારૂતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કાર Alto છે. કંપની અત્યાર સુધી આ કારના 43 લાખથી વધુ યુનિટ્સ વેચી ચુકી છે. વર્ષ 2022માં કંપનીએ પોતાની Alto K10 ને નવા અવતારમાં લોન્ચ કરી હતી. હવે મારૂતિ સુઝુકીએ પોતાની પોપ્યુલર હેચચબેક કાર અલ્ટો કે10ની એક્સ્ટ્રા એડિશન (Maruti Alto K10 Xtra Edition) રજૂ કરી છે. કારના લુકને બહાર અને અંદરથી અપડેટ કરવામાં આવ્યો છે. તેમાં સ્કિડ પ્લેટ્સ, ઓઆરવીએમ અને રૂફ માઉન્ટેડ સ્પોઇલર પર ઓરેન્જ હાઇલાઇટ્સ છે, જે તેને સ્ટાન્ડર્ડ K10 થી અલગ બનાવે છે. તેમાં 1.0 લીટર, કે-સિરીજ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવી છે ડિઝાઇન
મારૂતિ સુઝુકીએ અલ્ટો K10 એક્સ્ટ્રા એડિશનમાં મુખ્ય ડિઝાઇન સ્ટાન્ડર્ડ કારવાળા જ રાખ્યા છે. તેમાં મસ્કુલર બોનેટ, હેક્સાગોનલ હનીકોમ્બ-મેશ ગ્રિલ, હેલોજન હેન્ડલેમ્પ્સ, ઓરેન્જ હાઇલાઇટ્સની સાથે બ્લેક-આઉટ સ્કિડ પ્લેટ્સ, અને બમ્પર-માઉન્ટેડ ફોગ લેમ્પ્સ છે. તેમાં નારંગી કલરમાં  ORVMs,બોડી કલર ડોર હેન્ડલ અને ડિઝાઇનર કવરની સાથે સ્ટીલ વ્હીલ છે.


આ પણ વાંચોઃ Jioના સૌથી ધમાકેદાર પ્લાન, એક રિચાર્જમાં 365 દિવસ સુધી માણો ડેટા અને કોલિંગની મજા


એન્જિન અને પાવર
Alto K10 એક્સ્ટ્રા એડિશનમાં 1.0 લીટર K10C,પેટ્રોલ એન્જિન મળે છે, જે 5-સ્પીડ મેનુઅલ ગિયરબોક્સની સાથે આવે છે. તે 67hp નો મેક્સિમમ પાવર અને 89Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. અંદરની તરફ મિનિમલિસ્ટ ડેશબોર્ડ ડિઝાઇન, ડુઅલ-ટોન ફેબ્રિક અપહોલ્સ્ટ્રી, પાવર વિન્ડો, મેનુઅલ એસી અને એક મલ્ટીફંક્શનલ સ્ટીયરિંગ વ્હીલ મળે છે. તેમાં ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર અને 7.0 ઇંચનો સ્માર્ટપ્લે પ્રો ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. 


શું હશે કિંમત
તેમાં સેફ્ટી માટે ડુઅલ એરબેગ્સ અને એબીએસ મળે છે. Alto K10 એક્સ્ટ્રા એડિશનની કિંમતની હાલ જાહેરાત કરવામાં આવી નથી. તેને જલદી લોન્ચ કરી શકાય છે. તે સ્ટાન્ડર્ડ વેરિએન્ટ (3.99 લાખથી શરૂ) ના મુકાબલે થોડી મોંઘી જરૂર રહેશે. 


આ પણ વાંચોઃ ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube