ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...

ફોનમાં રહેલો ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે...ફોન ચોરાય જાય છે અથવા ખોવાય છે તો ખિસ્સા પર તો અસર ચૌક્કસ પડે છે...ફોન નવો ખરીદી શકાય છે પરંતુ ડેટા એકઠો કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે...તેવામાં ડેટા કોઈના હાથમાં આવે તે પહેલા રિમુવ કરવો જરૂરી છે..iPhone યુઝર્સ iCloud.com પર જઈને ફાઈન્ડ ડિવાઈસ ફીચરમાંથી ડિવાઈસનો ડેટા કાઢી શકે છે. એન્ડ્રોઇડ ફોન ગૂગલ એકાઉન્ટ સાથે લિંક છે.

ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...

નવી દિલ્હીઃ ફોન વિના જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે...ફોન એ જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે...ડિજીટલ યુગમાં ફોનથી જ બધા કામ કરી શકાય છે...જેમ કે લાઈટ બિલ ભરવું, કોઈને પેમેન્ટ કરવું, બેલેન્સ કરવું...આ બધા કામ ઘરે બેઠા થાય છે..પણ ફોન ખોવાઈ જાય તો શું કરવું એ સમજાતું નથી. પરંતુ અમે તમને જણાવી દઈએ કે જો તમારો ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો સૌ પ્રથમ આ પાંચ કામ કરવા જોઈએ...જેથી તમારી બધી ચિંતા દૂર થઈ જશે..

1) ડેટા રિમુવ કરો-
ફોનમાં રહેલો ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે...ફોન ચોરાય જાય છે અથવા ખોવાય છે તો ખિસ્સા પર તો અસર ચૌક્કસ પડે છે...ફોન નવો ખરીદી શકાય છે પરંતુ ડેટા એકઠો કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે...તેવામાં ડેટા કોઈના હાથમાં આવે તે પહેલા રિમુવ કરવો જરૂરી છે..iPhone યુઝર્સ iCloud.com પર જઈને ફાઈન્ડ ડિવાઈસ ફીચરમાંથી ડિવાઈસનો ડેટા કાઢી શકે છે. એન્ડ્રોઇડ ફોન ગૂગલ એકાઉન્ટ સાથે લિંક છે.

2) તમારા ફોનને ટ્રૅક કરો-
ચોરાયેલા કે ખોવાયેલા ફોનને પણ ટ્રેક કરી શકાય છે. iPhone Find My iPhone ફીચર સાથે આવે છે. મોબાઈલ ત્યારે જ ટ્રેક કરી શકાશે જ્યારે ફોન ઓનલાઈન હશે..

3. બેંક એકાઉન્ટ સેવ કરો-
બેંક ખાતાઓ વારંવાર ફોનમાં ખુલતા હોય છે ફોન ખોવાઈ જાય, તો તરત જ બેંકિંગ વિગતો કાઢી નાખો. તમારા બધા નેટ બેંકિંગ પાસવર્ડ બદલો. જો તમારા નેટ બેંકિંગ પાસવર્ડ્સ શોપિંગ વગેરે દરમિયાન ઓટો-સેવ થઈ જાય છે, તો તે અમાન્ય થઈ જશે. આ સિવાય એટીએમ પિન પણ બદલો.

4. સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પાસવર્ડ પણ બદલો-
સ્માર્ટફોનમાં ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચાલુ રહે છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કૌભાંડો માટે થઈ શકે છે. તમારા બધા સોશિયલ મીડિયા પાસવર્ડ્સ બદલો 

5. સિમકાર્ડ કરો બ્લોક-
પ્રથમ સિમ કાર્ડ બ્લોક કરો. પોલીસમાં એફઆઈઆર નોંધાવ્યા પછી, ટેલિકોમ નેટવર્ક સ્ટોર પર જાઓ અને તરત જ સિમ કાર્ડ બ્લોક કરાવી દો...
 
Trending news