Maruti Brezza CNG: 30km ની માઇલેજ આપશે બ્રેઝા સીએનજી, આટલી હશે કિંમત
પાવરટ્રેનની વાત કરીએ તો Maruti Brezza CNG ના 1.5L K15C પેટ્રોલ એન્જીન અને સ્માર્ટ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે રજૂ કરવામાં આવી શકે છે. સેટઅપને સીએનજી કિટ સાથે જોડવામાં આવશે. સીએનજી વર્જનનો પાવર અને ટોર્ક આઉટપુટ રેગુલર પેટ્રોલ એન્જીન કરતાં થોડો ઓછો હશે.
Brezza CNG Leak Info: નવી પેઢીની મારૂતિ સુઝુકી બ્રેઝા (Maruti Suzuki Brezza) નું વેચાણ જૂન 2022માં શરૂ થયું હતું. હાલમાં આ કોમ્પેક્ટ એસયૂવી મોડલ લાઇનઅપ 7.99 લાખ રૂપિયાથી માંડીને 13.96 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)ની પ્રાઇઝ રેંજમાં ઉપલબ્ધ છે. હાલ આ ફક્ત પેટ્રોલ વર્જનમાં આવે છે પરંતુ કાર નિર્માતા આગામી મહિનામાં તેનું સીએનજી વર્જન પણ લોન્ચ કરી શકે છે. ઇન્ટરનેટ પર આગામી મારૂતિ સુઝુકી બ્રેઝા (Maruti Suzuki Brezza) ની જાણકારી પણ લીક થઇ છે.
લીક જાણકારી અનુસાર કોમ્પેક્ટ એસયૂવીના તમામ વેરિએન્ટસ સાથે ફેક્ટરી ફિટેડ સીએજજી કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. તેને મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સ સાથે ખરીદી શકાશે. તેના 7 વેરિએન્ટ CNG LXI 5MT, CNG VXI 5MT/6AT, CNG ZXI 5MT/6AT અને CNG ZXI 5MT/6T હોઇ શકે છે. જોકે ફેક્ટરી ફિટેડ સીએનજી કીટ સથે આવતાં બૂટ સ્પેસ ઓછી થઇ જશે. તેની હાલની કિંમતની તુલનામાં 50 હજાર રૂપિયા વધુ હોઇ શકે છે.
પાવરટ્રેનની વાત કરીએ તો Maruti Brezza CNG ના 1.5L K15C પેટ્રોલ એન્જીન અને સ્માર્ટ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે રજૂ કરવામાં આવી શકે છે. સેટઅપને સીએનજી કિટ સાથે જોડવામાં આવશે. સીએનજી વર્જનનો પાવર અને ટોર્ક આઉટપુટ રેગુલર પેટ્રોલ એન્જીન કરતાં થોડો ઓછો હશે. જે 37Nm ટોર્ક સાથે 102bhp પાવર જનરેટ કરી શકે છે. બ્રેઝા સીએનજી માઇલેજના મમલે વધુ સારી રહેશે. આ 25km/kg થી 30km/kg માઇલેજ આપવામાં સક્ષમ હશે. તેનું રેગુલર પેટ્રોલ એન્જીન ઓટોમેટિક ગિયરબોક્સ સાથે 19.80kmpl અને મેન્યુઅલ ટ્રાંસમિશન સાથે 20.15kmpl ની માઇલેજ (દાવા અનુસાર) આપે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube