Maruti Ertiga Price, Mileage & Features: મારુતિ અર્ટિગા એ 7-સીટર MPV છે, જે ઓછી બજેટમાં સારી જગ્યા, ઘણી ઉપયોગી સુવિધાઓ અને બહેતર માઈલેજ આપે છે. રૂ. 8.64 લાખથી રૂ. 13.08 લાખ (એક્સ-શોરૂમ, દિલ્હી) સુધીની કિંમતો સાથે તે ચાર ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે - LXi, VXi, ZXi અને ZXi+. તે 7 મોનોટોન કલર વિકલ્પોમાં આવે છે, જેમાં પર્લ મેટાલિક ઓબર્ન રેડ, મેટાલિક મેગ્મા ગ્રે, પર્લ મિડનાઈટ બ્લેક, પર્લ આર્ક્ટિક વ્હાઇટ, ડિગ્નિટી બ્રાઉન, પર્લ મેટાલિક ઓક્સફોર્ડ બ્લુ અને સ્પ્લેન્ડિડ સિલ્વરનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

New Model: સારી સેકન્ડના ભાવે મળે છે નવી નક્કોર આ 5 ઇલેક્ટ્રિક કાર, માઇલેજ 465km
ડિસેમ્બરમાં દેશની નંબર 1 કાર બની આ SUV, બજેટમાં પાડો રોલો, શાનદાર ફીચર્સ તો ખરા જ!


Ertiga એન્જિન સ્પેસિફિકેશન્સ
Ertiga 1.5-લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જેમાં હળવી-હાઇબ્રિડ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન 103PS પાવર અને 137Nm ટોર્ક જનરેટ કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો સાથે આવે છે. જો તમે CNG વિકલ્પ પસંદ કરો છો, તો Ertiga 88PS પાવર અને 121.5Nm ટોર્ક જનરેટ કરશે, સાથે CNG પર 26.11 km/kg નું ઉત્તમ માઇલેજ આપશે.


Best Luxury Cars: ભારતમાં આ 5 Luxury Cars ની છે સૌથી વધુ ડિમાન્ડ, તમને કઇ ગમે છે?
Career: 'જલસાવાળી નોકરી' કરવી હોય તો એન્જિનિયરિંગ અને મેડિકલ છોડો, આજે આનો છે જમાનો


Ertiga માં જગ્યા અને ફીચર્સ
Ertiga ની સીટિંગ કેપેસિટી 7 લોકોની છે. આ ઉપરાંત ત્રીજી હરોળને ફોલ્ડ કરીને તેની 209 લિટરની બૂટ સ્પેસ વધીને 550 લિટર થઈ જાય છે, જે તમારા સામાન માટે પણ પુષ્કળ જગ્યા બનાવે છે. ફિચર્સની બાબતમાં પણ Ertiga પાછળ નથી. તેમાં 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે આવે છે. તેમાં MID પર TBT નેવિગેશન, પેડલ શિફ્ટર્સ, ક્રુઝ કંટ્રોલ, ઓટો હેડલાઇટ અને ઓટો એસી જેવી સુવિધાઓ પણ છે.


10th Pass, ITI પાસ માટે નિકળી બમ્પર ભરતી, સેલરી 47000 રૂપિયા, અહીં કરો અરજી
નોકરી મળશે તો નસીબ ઉઘડી જશે, પગાર 2.20 લાખ, 10 પાસ અને ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી


સેફ્ટીની દ્રષ્ટિએ, Ertiga માં પણ ઘણી સુવિધાઓ છે, જેમ કે - 4 એરબેગ્સ, EBD સાથે ABS, બ્રેક આસિસ્ટ, રિયર પાર્કિંગ સેન્સર, ISOFIX ચાઈલ્ડ સીટ એન્કરેજ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) અને હિલ-હોલ્ડ આસિસ્ટ. બજારમાં Ertiga, Toyota Innova Crysta, Kia Carens અને Mahindra Marazzo જેવી MPVs સાથે સ્પર્ધા કરે છે. જો કે, ક્રિસ્ટા, કેરેન્સ અને મરાઝો... આ ત્રણેય એર્ટિગા કરતાં મોંઘા છે.


Top 5 સરકારી નોકરી, બેંકથી માંડીને શિક્ષક માટે 69,270 જગ્યાઓ માટે બહાર પડી ભરતી
10મું પાસ હોવ તો પણ આ સરકારી નોકરી માટે કરી શકો છો અરજી, પગાર પણ શાનદાર