Sarkari Naukri: 10મું પાસ હોવ તો પણ આ સરકારી નોકરી માટે કરી શકો છો અરજી, પગાર પણ શાનદાર
Government Job: ધોરણ 10મું પાસ માટે સરકારી નોકરીની કેટલી તકો? તો તમને જણાવી દઈએ કે ડિફેન્સ, રેલવે, પોસ્ટ સેવાઓ, વગેરેમાં ધોરણ 10 પાસ માટે અનેક વિકલ્પો હોય છે. સરકારી નોકરી ઈચ્છતા 10મું પાસ યુવાઓ પણ તેમના માટે તૈયારી કરી શકે છે.
Trending Photos
ધોરણ 10મું પાસ માટે સરકારી નોકરીની કેટલી તકો? તો તમને જણાવી દઈએ કે ડિફેન્સ, રેલવે, પોસ્ટ સેવાઓ, વગેરેમાં ધોરણ 10 પાસ માટે અનેક વિકલ્પો હોય છે. સરકારી નોકરી ઈચ્છતા 10મું પાસ યુવાઓ પણ તેમના માટે તૈયારી કરી શકે છે. આ માટે તેમણે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની રહેશે.
કેટલાક યુવાઓ 10મું પાસ કરતાની સાથે જ સરકારી નોકરીની તૈયારીઓ કરવા લાગે છે. 10મું પાસ યુવાઓ માટે પણ ભારત સરકારના અનેક વિભાગોમાં સારા પગારવાળી નોકરીઓની ભરમાર છે. આ માટે વેકન્સી વગેરેની જાણકારી હોવી જોઈએ. વિવિધ વિભાગોમાં ખાલી પડેલા પદોની જાણકારી ધરાવતા પોતાની યોગ્યતા અને પસંદ મુજબ જોબ માટે અરજી કરવી જોઈએ.
1. ભારતીય સેના
ભારતીય સેનામાં સૈનિક જનરલ ડ્યૂટી, સૈનિક ટેક્નિકલ, સૈનિક ક્લાર્ક/ સ્ટોરકીપર, વગેરે શ્રેણીઓ માટે ધોરણ 10 પાસ કર્યા બાદ અરજી કરી શકાય છે. અગ્નિવીર તરીકે પણ ભારતીય સેનાનો ભાગ બનવાની તક છે. ધોરણ 10 પાસ કરીને સેનામાં સરકારી નોકરી કરવા પર સારી નોકરી સાથે કરિયરની શરૂઆત થઈ શકે છે.
2. SSC CHSL Posts (SSC કમ્બાઈડ હાયર સેકન્ડરી લેવલ)
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) લોઅર ડિવિઝનલ ક્લાર્ક (LDC), ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO), પોસ્ટલ/ સોર્ટિંગ આસિસ્ટન્ટ જેવા વિવિધ પદો માટે CHSL ની એસએસસી પરીક્ષા પાસ કરવાની રહે છે. જો કે આ પદો માટે ફક્ત 10મું ધોરણ પાસ કરી લેવાથી કામ થઈ જાય એવું નથી હોતું. SSC CHSL પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવવા માટે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે.
3. ભારતીય વાયુ સેના ગ્રુપ સી સિવિલિયન પોસ્ટ (IAF Group C Posts)
વાયુસેના વિવિધ ગ્રુપ સી સિવિલિયન પદો પર ભરતી માટે પરીક્ષા આયોજિત કરાવે છે. તેમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS), લોઆર ડિવિઝન ક્લાર્ક (LDC), કુક વગેરે સામેલ હોય છે. આઈએએફ ગ્રુપ સી પદો પર ભરતી યોગ્યતાના આધારે કરાય છે. એન્ટ્રન્સ એક્ઝામનું પેપર પણ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન મુજબ બનાવવામાં આવે છે.
4. રેલવે ભરતી બોર્ડ ગ્રુપ ડી (RRB Group D Recruitment)
રેલવે ભરતી બોર્ડ વિવિધ ટેક્નિકલ વિભાગોમાં ટ્રેક મેન્ટેનર અને હેલ્પર / આસિસ્ટન્ટ જેવા અનેક પદો માટે ગ્રુપ ડી પરીક્ષાનું આયોજન કરે છે. આઈટીઆઈ પરીક્ષા પાસ કરનારા યુવા પણ આરઆરબી ગ્રુપ ડી પરીક્ષા આપીને રેલવેમાં સરકારી નોકરી મેળવી શકે છે. ત્યારબાદ અનુભવ અને યોગ્યતાના આધારે પ્રમોશન માટે અરજી કરી શકે છે.
5. ઈન્ડિયા પોસ્ટમાં પણ તક
ધોરણ 10 પાસ યુવા ઈન્ડિયા પોસ્ટ એટલેકે ભારતીય પોસ્ટ વિભાગમાં પણ સરકારી નોકરી માટે અરજી કરી શકે છે. ઈન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર જેવા અનેક પદો માટે 10મું પાસ યુવાઓની ભરતી કરે છે. આ માટે ઓફિશિયલ વેબસાઈટ indiapost.gov.in પર વેકન્સીની વિગતો ચેક કરતા રહેવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે