નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતી સુઝૂકી ઇન્ડિયાએ (Maruti Suzuki) બુધવારે તેમની મલ્ટી પરપઝ વ્હીકલ (MPV) અર્ટિંગા (Ertiga)ના નવા વેરિએન્ટ લોન્ચ કરી દીધું છે. કારના નવા વેરિએન્ટને દિલ્હીમાં એક્સ શોરૂમ પ્રાઇઝ 7.44  લાખથી 10.9 લાખ રૂપિયા છે. કારને પેટ્રોલ વેરિએન્ટની કિંમત 7.44 લાખથી 9.95 લાખ રૂપિયા છે. ત્યારે ડીઝલ વેરિએન્ટ 8.84 લાખી 10.9 લાખ રૂપિયાની વચ્ચે મળશે. અર્ટિગાના પેટ્રોલ વેરિએન્ટની કિંમત જૂના મોડલ કરતા 71 હજાર રૂપિયા સુધી વધારે છે. આ રીતે ડીઝલ મોડલની કિંમત 20 રૂપિયા વધારે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મારૂતિએ 4.2 લાખ અર્ટિગાની વેચાણ કર્યું
કંપનીનું આ મોડલ હોંડા સીઆર-વી, મહિન્દ્રા મરાજો વગેરે કારને ટક્કર આપશે. મારૂતિના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેનિચી આયુકાવાએ જણાવ્યું હતું કે નેક્સટ જેનરેશનની અર્ટિગાને ઘણા વિચાર કર્યા બાદ ડિઝાઇન કરવામાં આવી છે. સાથે તેમાં અમે અમારા ગ્રાહકોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી છે. ભારત માટે વિશેષ રૂપથી ડિઝાઇન અર્ટિગાને એપ્રિલ, 2012માં ઉતારવામાં આવી હતી. અત્યાર સુધી કંપની 4.2 લાખ અર્ટિગા વેચી ચુક્યા છે. કંપનીએ આ કારને કુલ 10 વેરિએન્ટમાં બજારમાં લોન્ચ કરી છે.


અન્ય સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો...