Best Selling Car in September 2022: સપ્ટેમ્બર 2022 નો મહિનો મારુતિ સુઝુકી સહિત બાકી કાર કંપનીઓએ બમ્પર લોટરી જેવો સાબિત થયો છે. ભારતમાં ટોપ 10 સૌથી વેચાનારી કારમાં એકલી મારુતિ સુઝુકી કંપનીની જ 6 ગાડીઓ સામેલ છે. નંબર 1 ગાડીની રેસમાં સતત મારુતિ સુઝુકી વેગનઆર (Maruti suzuki WagonR) અને મારુતિ સુઝુકી બોલેનો (Maruti suzuki Baleno) વચ્ચે જંગ ચાલી રહી છે. જોકે, સપ્ટેમ્બર મહિનામાં એક ત્રીજી ગાડીએ બંને ગાડીઓને પછાડી છે. આ ગાડીએ ભારતમાં સૌથી વધુ વેચાતી ગાડીઓનો ખિતાબ પોતાના નામે કર્યો છે. 
 
માત્ર 4 લાખની કારે ધમાલ મચાવી
ગત મહિને મારુ સુઝુકી અલ્ટો (Maruti suzuki Alto) દેશની સૌથી વધુ વેચાતી કાર બની છે. આ ગાડીના કુલ 24,844 યુનિટિસનું વેચાણ થયું છે. આ ગાડી ગત સપ્ટેમ્બર મહિનામાં  12,143 યુનિટસનું વેચાણ થયું હતું. આ રીતે અલ્ટોએ 104 ટકા વાર્ષિક ગ્રોથ નોંધાવ્યો છે. મારુતિ અલ્ટો બાદ વેગનઆર દેશની બીજી સૌથી વેચાતી કાર બની છે. તો મારુતિ સુઝુકી બોલેનો ત્રીજા નંબર પર છે. સપ્ટેમ્બર મહિનામાં વેગનઆરના 20,078 યુનિટ્સ અને બોલેનોના 19,369 યુનિટ્સનું વેચાણ થયું છે. 


આ કારણે વેચાણ વધ્યું
ઉલ્લેખનીય છે કે, મારુતિ સુઝુકીએ હાલમાં જ નવી અલ્ટો કે10 લોન્ચ કરી છે. આ ગાડીનું પ્રોડક્શન થોડા વર્ષો પહેલા બંધ કરાયુ હતું. આ ઉપરાંત કંપની પહેલેથી જ મારુતિ અલ્ટો 800 નું વેચાણ પણ કરે છે. એટલે કે, અલ્ટો સીરિઝમાં હવે ગાડીઓનું વેચાણ થાય છે. અલ્ટો 800 ની કિંમત 3.4 લાખ રૂપિયાથી શરૂ થાય છે. અલ્ટો કે10 ની કિંમત 3.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.