નવી દિલ્હી: મારૂતિ સુઝુકીએ Baleno ના નવા લુકને લોન્ચ કર્યો છે. પ્રીમિયમ હેચબેક સેક્શનમાં આ મારૂતિની સૌથી વધુ વેચાનારી કાર છે. Baleno 2019 ની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 5.45 લાખ રૂપિયા છે. કારના ચાર વેરિએન્ટ- Sigma, Delta, Zeta અને Alpha લોન્ચ કરવામાં આવ્યા છે. જૂના રંગો ઉપરાંત Baleno 2019 ફોનિક્સ રેડ અને મેગ્મા ગ્રે કલરમાં લોન્ચ કરવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા અવતારમાં આવશે મારૂતિ ALTO 800, પહેલી નજરમાં મન મોહી લેશે તેનો લુક


મારૂતિ Baleno 2019 માં નવી ગ્રિલ સાથે ડાયનેમિક 3D ડિટેલિંગ આપવામાં આવી છે જે તેના લુકને અને વધુ બોલ્ડ બનાવે છે. બલેનો કાર 6 કલરમાં ઉપલબ્ધ છે. સેફ્ટી ફિચરની વાત કરીએ તો ડુઅલ એર બેગ એન્ટી બ્રેકિંગ સિસ્ટમ (ABS) છે. સિટમમાં ABS સાથે EBD (ઈલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન) બ્રેક આસિસ્ટન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કારમાં રિયર પાર્કિંગ સેન્સર પણ લાગેલ છે અને સ્પીડ એલર્ટ સિસ્ટમને પણ ફીટ કરવામાં આવી છે. 


જલદી કરો: હજુ સુધી સિલેક્ટ કરી નથી તમારી મનપસંદ ટીવી ચેનલ, તો આ રીતે તૈયાર કરો મંથલી પ્લાન


Maruti એ કહ્યું વાહનો પર ટેક્સ ખૂબ વધુ છે, ઓછો કરવાની જરૂર
Baleno 2019 નું બુકિંગ 22 જાન્યુઆરીથી ચાલુ છે. 11 હજાર રૂપિયાની બુકિંગ એમાઉન્ટથી કારને બુક કરાવી શકાય છે. Baleno ને ભારતીય બજારમાં ઓક્ટોબર 2015માં લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચ બાદ આ ભારતની ટોપ સેલિંગ કારોમાંથી એક છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને યૂરોપમાં પણ આ કારને ખૂબ પસંદ કરવામાં આવી છે.