નવા અવતારમાં આવશે મારૂતિ ALTO 800, પહેલી નજરમાં મન મોહી લેશે તેનો લુક

નવા અવતારમાં આવશે મારૂતિ ALTO 800, પહેલી નજરમાં મન મોહી લેશે તેનો લુક

1 એપ્રિલ 2020થી ક્રેશ ટેસ્ટ કમ્પેટેબિલિટી ભારતમાં લાગૂ થઇ જશે. તેના માટે ઓટો કંપનીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે પોતાની કારોને આ નિયમ હેઠળ લાવવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ક્રમમાં મારૂતિ સુઝુકી (Maruti Suzuki) પોતાની લોકપ્રિય કાર અલ્ટોને ક્રેટ ટેસ્ટ નિયમ અનુરૂપ બનાવવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મારૂતિ આ કારને દિવાળી પર લોંચ કરી શકે છે. આ ન્યૂ જનરેશન અલ્ટો હશે. 

ન્યૂ જનરેશન મારૂતિ અલ્ટો ફ્યૂચર એસ કોન્સેપ્ટ પર આધારિત હશે. તેને કંપનીએ 2018ના ઓટો એક્સપોમાં લોન્ચ કરી હતી. હાલની અલ્ટો નાની હેચબેક છે. પરંતુ નવો અવતાર જોવામાં SUV જેવો હશે. આ Ignis થી પણ નાની હશે. આ ડિઝાઇનને મારૂતિની આરએન્ડડી ટીમે તૈયાર કરી હતી. મારૂતિ અલ્ટો ન્યૂ જનરેશન દેખાવમાં Future S મીની SUV કોન્સેપ્ટ માફક લાગે છે. 

રશલેનના સમાચાર અનુસાર નવી Alto ના ઈંટીરિયરમાં ટચસ્ક્રીમ ઇંફોટેનમેંટ સિસ્ટમ, ડિજિટલ ઈંસ્ટ્રૂમેંટ કંસોલ, સ્ટીયરિંગ માઉંટેડ કંટ્રોલ અને પહેલાની અલ્ટો કરતાં વધુ સ્પેસ મળશે. તેનો મુકાબલો હ્યુંડાઈ સેન્ટ્રો, રિલોન્સ ક્વીડ અને ટાટા ટિયાગો સાથે થશે. કંપની તેનું એન્જીન પણ અપડેટ કરશે જેથી BS6 એમિશન નોર્મ્સને પુરા કરશે. હાલની અલ્ટોનું એન્જીન 800 CC અને 1 લીટરમાં છે. આ BS4 કમ્પ્લાયન્સની સાથે આવે છે. જોકે હજુ એ સ્પષ્ટ થયું નથી કે નવી અલ્ટોના એંજીનમાં અપડેટ થશે કે નહી. કંપની દ્વારા હજુ સુધી કોઇ સત્તાવર નિવેદન આવ્યું નથી. 

સમાચારોમાં તેની કિંમત વિશે કહેવામાં આવ્યું છે કે તે હજુ સ્પષ્ટ થઇ નથી. હાલની અલ્ટો 2.63 લાખ રૂપિયાથી માંડીને 3.9 લાખ રૂપિયા વચ્ચે આવે છે. તો બીજી તરફ 1 લીટર એન્જીન વેરિએન્ટ 3.38 લાખ રૂપિયાથી 4.24 લાખ રૂપિયા વચ્ચે છે. 

મારૂતિ અલ્ટોનું વેચાણ સતત 4 મહિના સુધી ટોપ સેલિંગ કાર હોવા છતાં નવેમ્બર 2018માં અચાનક ઘટીને નીચે આવી ગઇ. મારૂતિએ એપ્રિલ-નવેમ્બરમાં ડિઝાયરના 1,82,139 યૂનિટ વેચ્યા હતા. 1 વર્ષ પહેલાં આ સમયગાળામાં તેનાથી 1,53,303 ડિઝાયર (Maruti Dzire) કાર વેચી હતી. કંપનીની નાની કાર અલ્ટો (Maruti Alto) યાત્રી વાહનના વેચાણના મામલે બીજા ક્રમે રહી. એપ્રિલ-નવેમ્બર 2018 દરમિયાન મારૂતિએ 1,69,343 અલ્ટો વેચી જ્યારે 1 વર્ષ પહેલાં આ સમયગાળામાં તેણે 1,75,996 એકમોનું વેચાણ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news