Discount Offers On Maruti Cars: ફેબ્રુઆરીના આ મહિનામાં મારુતિ સુઝૂકી પોતાની કારો પર ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ કારોમાં અલ્ટો કે10થી લઈને સ્વિફ્ટ જેવા અનેક મોડલ સામેલ છે. કંપની તરફથી અપાઈ રહેલી ઓફરમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ છે. ખાસ જાણો આ ઓફર વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti Suzuki Alto K10
મારુતિ અલ્ટો કે 10 પેટ્રોલ વેરિએન્ટ પર 62,000 રૂપિયા સુધીનો ફાયદો થઈ રહ્યો છે. તેમાં 40,000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ, 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 7000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. CNG મોડલ ઉપર પણ 39,000 રૂપિયા સુધીના બેનિફિટ્સ મળી રહ્યા છે. 


Maruti Suzuki S-Presso
ફેબ્રુઆરી 2024માં મારુતિ સુઝૂકી એસ-પ્રેસો એએમટી વર્ઝન પર કુલ 61,000 રૂપિયાના બેનિફિટ્સ આપવામાં  આવી રહ્યા છે. જેમાં 40,000 રૂપિયાની કેશ છૂટ, 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ, અને 6,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. જ્યારે મેન્યુઅલ વેરિએન્ટ પર 56,000 ના બેનિફિટ્સ છે. 


Maruti Suzuki Celerio
મારુતિ સુઝૂકી સેલેરિયો ઉપર પણ 61,000 રૂપિયાના બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. જેમાં 40,000 રૂપિયા કેશ છૂટ, 15,000 રૂપિયા એક્સચેન્જ બોનસ, અને 6,000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. મારુતિ સુઝૂકી સેલેરિયો સીએનજી કાર ઉપર પણ 36,000 રૂપિયાના બેનિફિટ્સ મળી રહ્યા છે. 


Maruti Suzuki Swift
મારુતિ સુઝૂકી સ્વિફ્ટને પણ જલદી અપડેટ મળવાનું છે. ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. હાલ સ્વિફ્ટ પર 42,000 રૂપિયાના બેનિફિટ્સ મળી રહ્યા છે, જેમાં 15,000 રૂપિયા કેશ છૂટ, 20,000 રૂપિયા એક્સચેન્જ બોનસ અને 7,000 રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. 


Maruti Suzuki Dzire
ડિઝાયરને પણ આ વર્ષે અપડેટ મળશે. ડિઝાયર ફેસલિફ્ટ પણ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. હાલ તેના વર્તમાન મોડલ પર 37,000 રૂપિયાના બેનિફેટ્સ મળી શકે છે. જેમાં 15,000 કેશ છૂટ, 15,000 રૂપિયા એક્સચેન્જ બોનસ અને 7,000 રૂપિયા કોર્પોરેટ બેનિફિટ્સ સામેલ છે.