આ સેડાન કારના વાવાઝોડામાં Aura,Amaze જેવી ગાડીઓ પત્તાની જેમ વિખેરાઈ ગઈ, જાણો કઈ ગાડી બની સૌની પસંદ
તમે પણ કાર ખરીદવાનું આયોજન કરી રહ્યા હો તો આ લિસ્ટ ચેક કરી લેજો. સેડાન કાર પ્રેમીઓ નવી પેઢીની મારુતિ સુઝુકી ડિઝાયરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હશે, પરંતુ વેચાણની દ્રષ્ટિએ આ કાર હજુ પણ અન્ય કોમ્પેક્ટ અને મિડસાઈઝ સેડાન કરતાં ઘણી આગળ છે. આ પછી, કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટમાં Hyundai Aura, Honda Amaze અને Tata Tigor તેમજ ફોક્સવેગન Virtus, Skoda Slavia, Hyundai Verna, Honda City અને મિડસાઈઝ સેડાનમાં અન્ય વાહનો છે.
નવી દિલ્હીઃ દરેક લોકોની એક અલંગ પસંદ હોઈ શકે છે. તમને કઈ સેડાન કાર સૌથી વધુ ગમે છે? આના જુદા જુદા જવાબો હોઈ શકે છે, પરંતુ સામાન્ય જવાબ મારુતિ સુઝુકી ડિઝાયર છે. માત્ર રૂ. 6.57 લાખની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત, સારા દેખાવ અને સુવિધાઓ, ઘણી આરામ અને સારી માઇલેજ સાથે, આ Dezire CNG વિકલ્પમાં પણ ઉપલબ્ધ છે. ગયા ઓગસ્ટમાં મારુતિ ડિઝાયરને 10,627 ગ્રાહકોએ ખરીદી હતી. આવો અમે તમને ઓગસ્ટ 2024માં દેશની ટોચની 10 સેડાન કારના વેચાણ અંગે જણાવી રહ્યાં છીએ.
1. મારુતિ સુઝુકી ડિઝાયર (Maruti Dzire)
મારુતિ સુઝુકી આગામી કેટલાક મહિનામાં નવી જનરેશનની ડીઝાયર લોન્ચ કરવા જઈ રહી છે અને તે દેખાવ, ફીચર્સ અને પાવરની દ્રષ્ટિએ વર્તમાન મોડલ કરતા ઘણી ઉત્તમ હશે. જો અમે તમને આ સેડાનના વેચાણના આંકડાઓ જણાવીએ તો છેલ્લા મહિનામાં એટલે કે ઓગસ્ટમાં 10,627 યુનિટ્સ વેચાયા હતા અને આ વાર્ષિક ધોરણે 20 ટકાનો ઘટાડો છે. ઓગસ્ટ 2023માં તેને 13,293 ગ્રાહકોએ ખરીદી હતી.
2. હ્યુન્ડાઇ ઓરા ( Hyundai Aura)
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાની કોમ્પેક્ટ સેડાન ઓરા દેશમાં બીજી સૌથી વધુ વેચાતી સેડાન છે અને તેને ગત ઓગસ્ટમાં 4304 ગ્રાહકોએ ખરીદી હતી. ગયા મહિને Hyundai Auraના વેચાણમાં વાર્ષિક 12 ટકાનો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચોઃ શું કોઈ ગુપ્ત રીતે યૂઝ કરી રહ્યું છે તમારું WhatsApp અકાઉન્ટ? ચપટી વગાડતા જ પડી જશે
3. હોન્ડા અમેઝ (Honda Amaze)
Honda ની એન્ટ્રી લેવલ સેડાન Amaze ને ગયા ઓગસ્ટમાં 2585 ગ્રાહકો મળ્યા હતા અને આ વાર્ષિક ધોરણે 27 ટકાનો ઘટાડો છે. ટૂંક સમયમાં જ અમેઝનું નવું જનરેશન મોડલ પણ લોન્ચ કરવામાં આવશે, જેમાં વધુ સારા ફીચર્સ હશે.
4. ફોક્સવેગન Virtus (volkswagen virtus)
ફોક્સવેગન Virtus એ દેશમાં ચોથી સૌથી વધુ વેચાતી સેડાન છે અને મધ્યમ કદની SUV સેગમેન્ટમાં પ્રભુત્વ ધરાવે છે. ગયા ઓગસ્ટમાં, Virtus 1,876 ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવ્યું હતું, જે વાર્ષિક ધોરણે 12 ટકા ઓછું હતું.
5. હ્યુન્ડાઇ વર્ના (Hyundai Verna)
ભારતની 5મી સૌથી વધુ વેચાતી સેડાન હ્યુન્ડાઈ વર્ના છે અને તેને ગયા મહિને 1194 ગ્રાહકોએ ખરીદી હતી. આ કારના વેચાણમાં લગભગ 54 ટકાનો મોટો ઘટાડો થયો છે.
6. ટાટા ટિગોર (TATA Tigor)
ટાટા મોટર્સની કોમ્પેક્ટ સેડાન ટિગોર ગયા ઓગસ્ટની ટોચની 10 સેડાન કારની યાદીમાં છઠ્ઠા ક્રમે હતી અને તેને 1148 ગ્રાહકોએ ખરીદી હતી. ટાટા ટિગોરના વેચાણમાં વાર્ષિક 61%નો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો- બસ 4.99 લાખમાં મળશે EV? આ ઈલેક્ટ્રિક કારે બધાની બોલતી કરી બંધ, જાણો વિગતો
7. સ્કોડા સ્લેવિયા (Skoda Slavia)
સ્કોડા ઓટો ભારતની લોકપ્રિય સેડાન સ્લેવિયા ઓગસ્ટમાં ટોચની 10 સેડાન કારની યાદીમાં 7મા ક્રમે હતી અને તેને 1122 ગ્રાહકોએ ખરીદી હતી. સ્લેવિયાના વેચાણમાં વાર્ષિક ધોરણે 32 ટકાનો ઘટાડો થયો છે.
8. હોન્ડા સિટી (Honda City)
હોન્ડા સિટીને ગત ઓગસ્ટમાં 1018 ગ્રાહકોએ ખરીદી હતી અને તે યાદીમાં 8મા સ્થાને હતી. સિટી એક મધ્યમ કદની સેડાન છે અને તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 32 ટકાનો ઘટાડો થયો છે.
9. મારુતિ સુઝુકી સિયાઝ (Maruti Suzuki Ciaz)
મારુતિ સુઝુકીની મિડસાઇઝ સિડાન સિઆઝને ગત ઓગસ્ટમાં 707 ગ્રાહકોએ ખરીદી હતી અને આ આંકડો લગભગ 17 ટકાનો ઘટાડો છે.
10. ટોયોટા કેમરી (Toyota Camry)
ટોયોટા કિર્લોસ્કર મોટર ઇન્ડિયાની પ્રીમિયમ સેડાન પણ ગયા ઓગસ્ટમાં ટોચની 10 સેડાન કારમાં રહી હતી અને તેને 154 ગ્રાહકોએ ખરીદી હતી. કેમરીના વેચાણમાં વાર્ષિક 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.