Maruti Suzuki car :  ભારતીય બજારમાં મારૂતિ સુઝુકીની કારોની ખુબ ડિમાન્ડ છે. શાનદાર માઇલેજ આપનારી મારૂતિની અર્ટિગા પણ તેમાંથી એક છે. આ કારણ છે કે 7 સીટર કાર પર વેઈટિંગ પીરિયડ ખતમ થઈ રહ્યો નથી. આ કારની ડિમાન્ડ પ્રોડક્શનથી ખુબ વધુ છે, જેના કારણે અર્ટિગાની ડિલીવરી લેવા માટે ગ્રાહકોએ લાંબો સમય રાહ જોવી પડી રહી છે. જો તમે પણ મારૂતિ સુઝુકીની આ બેસ્ટ સેલિંગ 7 સીટર કારને ઘરે લાવવાની તૈયારી કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે અમે તમને આ કારને વેઇટિંગ પીરિયડ વિશે જણાવી રહ્યાં છીએ. દેશમાં મારૂતીનો કાર માર્કેટમાં દબદબો છે. અલ્ટો તેની સૌથી વધારે વેચાતી નાની કાર છે. હવે અર્ટિગા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્ચ 2024માં મારુતિ સુઝુકી અર્ટિગાનો વેઇટિંગ પીરિયડ


મારૂતિ અર્ટિગા- પેટ્રોલ-એમટી, ઓટો, 8થી 10 સપ્તાહનો વેઇટિંગ પીરિયડ


મારૂતિ અર્ટિગા, સીએનજી, 16થી 20 સપ્તાહનો વેઇટિંગ પીરિયડ


આ પણ વાંચોઃ New Rule: મોબાઈલ યુઝર્સ માટે મહત્વના સમાચાર, 1 જુલાઈથી દેશભરમાં લાગૂ થશે નવો નિયમ


એટલે કે મારૂતિ અર્ટિગા ખરીદવા માટે ઉત્સુક લોકોએ પેટ્રોલ એમટી અને ઓટો પાવરટ્રેન ખરીદવા માટે ઓછામાં ઓછા 8-10 સપ્તાહની રાહ જોવી પડશે. તો ગ્રાહક આ મોડલને સીએનજી વેરિએન્ટમાં લેવા ઈચ્છે છે તો તેણે 16થી 20 સપ્તાહ સુધી રાહ જોવી પડશે. જો તમે પણ આટલો સમય રાહ જોવા તૈયાર છો તો તમે મારૂતિ સુઝુકી એમપીવીને ઘરે લાવી શકો છો. 


શું છે કિંમત
મારૂતિ સુઝુકી અર્ટિગા કારની કિંમતની વાત કરીએ તો તેની શરૂઆતી કિંમત 8.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ મોડલ માટે 13.03 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. જો તમે પણ આ કાર ખરીદવા માગો છો તો તમારે રાહ જોવી પડે તેમ છે.