નવી દિલ્હી: મારૂતિ સુઝુકીની નવી એસયૂવી Jimny જલદી જ ભારતના રસ્તા પર દોડતી જોવા મળશે. કંપની આ એસયૂવીને લોન્ચ કરવાની પુરી તૈયારી કરી ચૂકી છે. Maruti Suzuki એ પોતાના દમદાર એસયૂવીને ઓટો એક્સપોમાં રજૂ કરી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણકારોનું કહેવું છે કે કંપની તેને એપ્રિલમાં લોન્ચ કરવા જઇ રહી હતી, પરંતુ લોકડાઉનના લીધે તેની લોન્ચિંગ ઇવેન્ટને હાલ ટાળી દેવામાં આવી છે. સ્થિતિ સામાન્ય થતાં લોન્ચિંગ વિશે નિર્ણય લેવામાં આવશે.  


ઇન્ટરનેશનલ માર્કેટમાં જિમ્નીના બે મોડલ ઉપલબ્ધ છે. તેમાં સ્ટાડર્ડ અને સિએરા મોડલ સામેલ છે. સ્ટાડર્ડ મોડલમાં કંપનીએ 660 સીસીનું એન્જીન લગાવ્યું છે. સિએરા વર્જનમાં 1.5 લીટરની કેપિસિટીવાળુ એન્જીન ઉપયોગમાં લેવામાં આવ્યું છે. 


5 દરવાજાવાળી એસયૂવી
Maruti Suzuki ની Jimny એસયૂવીમાં ત્રણ દરવાજા આપવામાં આવ્યા છે. ભારતમાં તેને 5 ડોર સાથે લોન્ચ કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે તેને પેટ્રોલ એન્જીનમાં લોન્ચ કરવામાં આવશે. ઓટો એક્સપર્ટનું માનીએ તો તેમાં Ciaz, Vitara Brezzaના એન્જીનનો ઉપયોગ કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર