સ્ટાઇલિશ લુક અને નવા ફિચર્સમાં આવી મારૂતિની IGNIS, જાણો કિંમત અને ખૂબીઓ
નવી ઇગ્નિસ ડ્રાઇવરની બાજુવાળી સીટમાં સીટ બેલ્ટ રિમાઇંડર અને હાઇ સ્પીડ એલાર્મ સિસ્ટમ, રિવર્સ પાર્કિગ સિસ્ટમ સહિત અન્ય ખૂબીઓથી સજ્જ છે.
મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ બુધવારે સુરક્ષા ફિચર્સ સાથે પોતાની હેચબેક કાર ઇગ્નિસનું 2019 વર્જન લોન્ચ કર્યું છે. તેની શો રૂમમાં કિંમત 4.79 લાખ રૂપિયાથી 7.14 લાખ રૂપિયા વચ્ચે છે. નવી ઇગ્નિસ ડ્રાઇવરની બાજુવાળી સીટમાં સીટ બેલ્ટ રિમાઇંડર અને હાઇ સ્પીડ એલાર્મ સિસ્ટમ, રિવર્સ પાર્કિગ સિસ્ટમ સહિત અન્ય ખૂબીઓથી સજ્જ છે. નવા સુરક્ષા નિયમો હેઠળ, આ વર્ષે એક જુલાઇથી બનનાર બધા વાહનો માટે આ સુવિધા હોવી અનિવાર્ય છે.
મારૂતિ સુઝુકી ઇન્ડિયાના વરિષ્ઠ કાર્યકારી નિર્દેશક (માર્કેટિંગ અને વેચાણ) આરએસ કલસીએ જણાવ્યું કે પેસેન્જર સલામતીની દિશામાં વધુ એક પગલું ભરતાં ઇગ્નિસમાં વધુ સુરક્ષા ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઇગ્નિસના જેટા અને અલ્ફા વર્જનમાં હવે નવા રૂફ રેલ્સની રજૂઆત કરવામાં આવી રહી છે.
Maruti Suzuki Ignis માં નવા ફિચર્સ-
સિલ્વર રૂફ રેલ્સ (જેટ એન્ડ અલ્ફા ટ્રિમ)
રિવર્સ પાર્કિંગ સેંસર (સ્ટાડર્ડ)
કો-ડ્રાઇવર સીટમાં સીટ બેલ્ટ રિમાઇંડર (સ્ટાડર્ડ)
હાઇ સ્પીડ એલર્ટ સિસ્ટમ (સ્ટાડર્ડ)
નવી ઇગ્નિસમાં 1.2 લીટરવાળું K12 પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન વેગન આર, સ્વિફ્ટ અને બલેનોમાં પણ છે. 1197 સીસીના ચાર સિલેંડર એન્જીન 113 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે.
શું છે કિંમત
વેરિએન્ટ | એક્સ શો રૂમ કિંમત (MT) | એક-શોરૂમ કિંમત (AGS) |
સિગ્મા | 4.79 લાખ રૂપિયા | - |
ડેલ્ટા | 5.40 લાખ રૂપિયા | 5.87 લાખ રૂપિયા |
જેટા | 5.82 લાખ રૂપિયા | 6.29 લાખ રૂપિયા |
આલ્ફા | 6.67 લાખ રૂપિયા | 7.14 લાખ રૂપિયા |
જૂની ઇગ્નિસથી કિંમતોની તુલના કરીએ તો નવી ઇગ્નિસનું દરેક મોડલ 12 થી 15 હજાર રૂપિયા વધુ મોંઘું છે.