મારૂતિ WagonR ઇલેક્ટ્રિકની ચાલી રહી છે ટેસ્ટિંગ, ઓટો એક્સપો 2020માં થઇ શકે છે લોન્ચ
મારૂતિ સુઝુકી (maruti suzuki) પોતાના એકદમ પોપુલર કાર WagonR ના ઇલેક્ટ્રિક એડિશને ભારતમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સમાચાર છે કે કંપની આ કારની હાલમાં દેશભરમાં ટેસ્ટિંગ કરી રહી છે. મીડિયા રિપોર્ટમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે કંપની તેને ગ્રેટ નોઇડા (greater noida)માં થનાર ઓટો એક્સપો 2020 (auto expo 2020)માં શોકેસ કરી શકે છે.
નવી દિલ્હી: મારૂતિ સુઝુકી (maruti suzuki) પોતાના એકદમ પોપુલર કાર WagonR ના ઇલેક્ટ્રિક એડિશને ભારતમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સમાચાર છે કે કંપની આ કારની હાલમાં દેશભરમાં ટેસ્ટિંગ કરી રહી છે. મીડિયા રિપોર્ટમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે કંપની તેને ગ્રેટ નોઇડા (greater noida)માં થનાર ઓટો એક્સપો 2020 (auto expo 2020)માં શોકેસ કરી શકે છે. આ વર્ષ ઓટો એક્સપોમાં ઇલેક્ટ્રિક કારો (electric car)નો જોરદાર જમાવડો જોવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર કંપનીએ લગભગ 50 વેગનઆર ઇલેક્ટ્રિક કારને રસ્તા પર ઉતારી છે, જેથી દેશમાં હાલ અલગ-અલગ સિઝનમાં તેની ટેસ્ટિંગ કરવામાં આવી શકે.
દુનિયા સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Ora R1 આવશે ભારત, કિંમતના મામલે આપશે ટક્કર
સમાચારો અનુસાર વેગનઆર (wagonR)ની ઇલેક્ટ્રિક કારને 2020ની પહેલી છમાસિકમાં લોન્ચ કરવાની વાત કરવામાં આવતી હતી, પરંતુ હાલમાં કંપનીએ કહ્યું કે હાલ મોટાપાયે ઇલેક્ટ્રિક વ્હીકલ્સને સપોર્ટ કરનાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટાપાયે તૈયાર નથી. આ કારની માર્કેટમાં લોન્ચિંગને લઇને અત્યારે કોઇ સત્તાવાર જાણકારી નથી. હા કંપની તેને ઓટો એક્સપોમાં શિકેસ કરી શકે છે. રશલેનના સમાચાર અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે કંપની જ્યારે પણ તેનું વેચાણ કરાશે, શરૂમાં તેને નેક્સા (NEXA) ડીલરશિપ દ્વારા કરશે. કંપની ડીલરશિપમાં વધારો ડિમાન્ડ મુજબ વધારશે.
ઇલેક્ટ્રિક વૈગનઆરમાં ફાસ્ટ ચાર્જિંગ સ્ટાડર્ડ પેકેજ સાથે હશે. બેટરી એક કલાકની અંદર ફાસ્ટ ચાર્જિંગમાં લગભગ 80 ટકા ચાર્જ થઇ જશે. માઇલેજ 200 કિલોમીટરથી વધુ હોઇ શકે છે.
બીજી કંપનીઓ પર નજર કરીએ તો ટાટા નેક્સન ઇવીએ 300 કિલોમીટરથી વધુ માઇલેજની વાત કહી છે. આ વર્ષે ભારતમાં ઇલેકેટ્રિક કારોના ઘણા નવા મોડલ જોવા મળી શકે છે. ગત વર્ષે હ્યુન્ડાઇ (Hyundai)એ ભારતની પ્રથમ ફૂલ ઇલેક્ટ્રિક એસયૂવી કોના (KONA) લોન્ચ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube