ઇલેક્ટ્રિક SUV KONA થઇ લોન્ચ, ફૂલ ચાર્જમાં દોડશે 452 Kmની માઇલેજ, જાણો કિંમત

હ્યુન્ડાઇની બહુપ્રતિક્ષિત ઇલેક્ટ્રિક કાર KONA ની આતુરતા પુરી થઇ ગઇ. કંપનીએ આજે આ ઇલેક્ટ્રિક એસયૂવીને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેની શરૂઆતી કિંમત 25.30 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તમને જણાવી દઇએ કે કોના 100 ટકા ઇલેક્ટ્રિક ગાડી છે. આ કાર તો આમ તો બે વર્જન એટલે કે 39.2 kwh અને 64 kwh બેટરી પેકમાં છે. પરંતુ ભારતમાં તેનું એક જ વર્જન એટલે 39.2 kwh બેટરી પેકમાં ઉપલબ્ધ છે. આ એસયૂવીને ફરી એકવાર ફૂલ ચાર્જ કરતાં આ 452 કિલોમીટરનું અંતર કાપશે. 
ઇલેક્ટ્રિક SUV KONA થઇ લોન્ચ, ફૂલ ચાર્જમાં દોડશે 452 Kmની માઇલેજ, જાણો કિંમત

નવી દિલ્હી: હ્યુન્ડાઇની બહુપ્રતિક્ષિત ઇલેક્ટ્રિક કાર KONA ની આતુરતા પુરી થઇ ગઇ. કંપનીએ આજે આ ઇલેક્ટ્રિક એસયૂવીને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેની શરૂઆતી કિંમત 25.30 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તમને જણાવી દઇએ કે કોના 100 ટકા ઇલેક્ટ્રિક ગાડી છે. આ કાર તો આમ તો બે વર્જન એટલે કે 39.2 kwh અને 64 kwh બેટરી પેકમાં છે. પરંતુ ભારતમાં તેનું એક જ વર્જન એટલે 39.2 kwh બેટરી પેકમાં ઉપલબ્ધ છે. આ એસયૂવીને ફરી એકવાર ફૂલ ચાર્જ કરતાં આ 452 કિલોમીટરનું અંતર કાપશે. 

KONA ઓછા સમયમાં થઇ જશે ચાર્જ
ઇલેક્ટ્રિક કાર KONA માં ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી ઉપલબ્ધ છે. જેથી તે ઓછા સમય્માઅં ચાર્જ થઇ જશે. કંપનીનું કહેવું છે કે કોના ઇલેક્ટ્રિક કારને મોબાઇલની માફક ઝડપથી ચાર્જ કરી શકાશે. કારને નોર્મલ મોડ પર એસી લેવલ ચાર્જર કરતાં 6 કલાક 10 મિનિટ લાગે છે. તો બીજી તરફ ડીસી ફાસ્ટ ચાર્જર વડે ઇલેક્ટ્રિક એસયૂવી ફક્ત 57 મિનિટમાં 80 ટકા ચાર્જ થઇ જશે. કોનાનું નિર્માણ ચેન્નઇ પ્લાન્ટમાં કરાઅમાં આવશે. એસયૂવી કોનામાં ઇલેક્ટ્રિક સનરૂફ, 10-વે પાવર એડજેસ્ટેબલ ડ્રાઇવર સીટ, ફ્રંટ વેંટિલેટેડ અને હીટેડ સીટ્સ, વાયરલેસ ફોન ચાર્જર, એંડ્રોઇડ ઓટો અને એપ્પલ કારપ્લેની સાથે 7-ઇંચની ઇન્ફોટેનમેંટ સિસ્ટમ અને સ્ટીયરિંગ માઉંડેડ કંટ્રોલ્સ જેવા ઘણા ફીચર્સ છે. 

કંપનીએ આ કારની સુરક્ષા પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે. સેફ્ટીને અનુરૂપ કંપનીએ આ ઇલેટ્રિક એસયૂવીને દમદાર સેફ્ટી ફીચર્સ સાથે બજારમાં લોન્ચ કરવામાં આવી છે. કારમાં 6-એરબેગ્સ, ઇબીડી સાથે એબીએસ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ અસિસ્ટ, ગાઇડલાઇન્સ સાથે રિયર કેમેરા અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. હાલ કોના વેચાણ માટે 11 શહેરોમાં કુલ 15 ડીલરશિપ છે. 

કાર પર ત્રણ વર્ષની અનલિમિટેડ કિમીની વોરન્ટી અને બેટરી પર 8 વર્ષ/ 1,60,000 કિમીની વોરન્ટી હશે. આ કારમાં હાલ 131 bhp નો પાવર છે અને આ 395 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ ઇલેક્ટ્રિક કાર ફક્ત 9.7 સેકન્ડમાં 0 થી 100 પ્રતિ કલાકની ગતિ પકડી લે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news