Bike Features: આજના યુગમાં એકથી ચડિયાતી એક ગાડી અને બાઈક માર્કેટમાં આવી રહ્યા છે. ત્યારે ખરીદી વખતે લોકો CCને લઈને ખુબ જ અસંમજસમાં મૂકાઈ જતા હોય છે. કેમ વધુ CC હોવાથી તેની અસર વાહનની એવરેજ, પર્ફોરમન્સ, અને કિંમત પર પડતી હોય છે. ત્યારે આવો જાણીએ કેટલા CCનો શું મતલબ હોય છે અને તમારા માટે કેટલા CCનું બાઈક સૌથી યોગ્ય હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હોય છે CC?
CC એટલે ક્યુબિક કેપેસિટી. આ વાહનોની એન્જિન ક્ષમતા માટે વપરાતો શબ્દ છે. કેટલા CC છે તેના પરથી વાહનના એન્જિનનું મહત્તમ પાવર આઉટપુટની માહિતી મળે છે. એન્જિન ચેમ્બરના ઘન સેન્ટીમીટર માપને CC કહેવામાં આવે છે. એન્જિનમાં CC જેટલું વધારે છે તેટલી જ એક સમયે પાવર જનરેટ કરવાની ક્ષમતા પણ વધારે હોય છે.


આ પણ વાંચો:
ગુજરાત સરકારે વિચારણા બાદ નવી જંત્રીનો ભાવ કર્યો જાહેર, 15 એપ્રિલથી નવી જંત્રી લાગુ
રાશિફળ 14 એપ્રિલ: આ 4 રાશિના લોકો પાર કરશે સફળતાના શિખરો, અધૂરા કામ પુરા થશે
અમેરિકામાં નોકરી છોડી ઉધાર પૈસા લઈને શરૂ કરી કંપની, આજે છે 10 હજાર કરોડના માલિક


સામાન્ય અને સ્પોર્ટ બાઈકમાં અલગ અલગ હોય છે CC
ક્યુબિક કેપેસિટીની વાહનના પરફોર્મન્સ પર અસર પડે છે. સાથે જ એન્જિન કેટલું ઇંધણ વાપરે છે અને તે કેટલો પાવર અને ટોર્ક ઉત્પન્ન કરે છે તે પણ CC પર આધાર રાખે છે. મોટાભાગની બાઈકમાં 90ccથી 110cc એન્જિનનો ઉપયોગ થાય છે. આવી બાઈક રોજિંદી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. બીજી તરફ સ્પોર્ટ્સ બાઇક માટે વધુ શક્તિશાળી એન્જિનની જરૂર હોય છે. જેથી આવી બાઈકમાં 350cc થી 650cc વચ્ચેના એન્જિનનો ઉપયોગ થાય છે.


કેટલી CCનું બાઈક યોગ્ય રહે છે?
કોઈપણ બાઇક પસંદ કરતા પહેલા તમારે તમારી જરૂરિયાતોને સમજવી જોઈએ. જો તમે સપાટ મેદાની વિસ્તારમાં રહેતા હો અને સામાન્ય ઉપયોગ માટે બાઇકની જરૂર હોય તો ઓછા CCની બાઈક તમારા માટે યોગ્ય રહે છે. જો તમારે હાઇ પરફોર્મન્સવાળી બાઇકની ઈચ્છા હોય અથવા તો તમે પહાડી વિસ્તારમાં મુસાફરી કરવના હો તો શક્તિશાળી પાવર ધરાવતા એન્જિન બાઈકની જરૂર હોય છે. જેથી મેદાની વિસ્તારમાં ઓછા CC અને પહાડી વિસ્તાર માટે વધુ CC વાળા બાઈકનો ઉપયોગ યોગ્ય રહે છે.


આ પણ વાંચો:
આજથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, સૂર્ય દેવની કૃપાથી ચમકી જશે ભાગ્ય
તમારું ATM ક્યું છે Platinum કે Titanium, શું છે બંને કાર્ડ વચ્ચે શું હોય છે ફરક?

22 દેશમાં મચાવ્યો હાહાકાર હવે ભારત પહોંચ્યો કોરોનાનો ખતરનાક Arcturus Variant


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube