નવી દિલ્હી : દિગ્ગજ ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ (www.flipkart.com)ના બિગ શોપિંગ ડે (Big Shopping Days) સેલમાં યુઝર્સને અનેક બંપર ઓફર્સ આપવામાં આવી રહી છે. 16 જુલાઈએ સાંજે 4 વાગ્યે શરૂ થયેલું આ સેલ 19 જુલાઈ સુધી રહેશે. આ સેલમાં ચાઇનીઝ ફોન નિર્માતા કંપની શાઓમીના Redmi Note 5 Pro પર બંપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 14,999 રૂ.ની કિંમતનો રેડમી નોટ 5 પ્રો 2,249 રૂ.માં મળી શકે છે. આ માટે ફ્લિપકાર્ટે કેટલીક શરતો રાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેલ દરમિયાન શાઓમીના પોપ્યુલર સ્માર્ટફો રેડમી નોટ 5 પ્રોને ઓછી કિંમતે ખરીદવા માટે તમારે વન પ્લસ 5 ટી (OnePlus 5T) સ્માર્ટફોન એક્સચેન્જ કરાવવો પડશે. જો તમે પૈસાની ચૂકવણી એસબીઆઇના ક્રેડિટ કાર્ડથી કરશો તો વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આશે. આ ડિસ્કાઉન્ટ પછી Note 5 Pro તમને માત્ર 749 રૂ.માં મળી શકે છે. 


4 GB રેમ અને  64 GB જેટલા ઇન્ટરનલ સ્ટોરેજ સાથે મળતા શાઓમીના રેડમી નોટ 5 પ્રોની કિંમત 14,999 રૂ. છે. ફ્લિપકાર્ટ સેલમાં આ ફોન પર 12,850  રૂ. જેટલી એક્સચેન્જ વેલ્યૂ આપવામાં આવી છે. એક્સચેન્જ ઓફરમાં આઇફોન 6S પ્લસ અને ગૂગલ પિક્સલ 2થી વધરા પૈસા વનપ્લસના સ્માર્ટફોનના મળી રહ્યા છે. આ સિવાય વન પ્લસ 5 (OnePlus 5) પર 11,900 રૂ.ની એક્સચેન્જ ઓફર મળી રહી છે. 


આ સિવાય બે વર્ષ પહેલાં લોન્ચ કરવામાં આવેલા વન પ્લસ 3 ટી (OnePlus 3T) પર 9,050 રૂ.ની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. આઇફોન 6 એસને એક્સચેન્જ કરવા માટે 8,750 રૂ. સુધીનું ડિસ્કાઉ્ન્ટ મળી રહ્યું છે. આ સેલ દરમિયાન મળી રહેલી બંપર ઓફરમાં જો તમે રેડમી નોટ 5 પ્રો ખરીદવા ઇચ્છતા હો તો તમારે વન પ્લસ 5 ટી એક્સચેન્જ કરવો પડશે.


ટેકનોલોજીના સમાચાર જાણવા માટે કરો ક્લિક...