નવી દિલ્હી: જાણિતી ઓટોમોબાઇલ  કંપની MG મોટર્સએ પોતાની ZS Electric કારને અનવીલ કરી દીધી છે. આ  MG ZS Electric ને કોસ્મેટિક ડિઝાઇનમાં ફેરફાર અને અપડેટેડ પાવરટ્રેનની સાથે રજૂ કરવામાં આવશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ આગામી 1 વર્ષમાં ભારતીય બજારમાં પણ વેચાણ માટે ઉપલબ્ધ થશે. કંપનીના અનુસાર આ કાર સિંગલ ચાર્જ પર 439 કિલોમીટરની રેંજ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાડીમાં કર્યા ઘણા ફેરફાર
2022 MG ZS ઇલેક્ટ્રિક એક નવા વિકસિત MG iSMART કનેક્ટિવિટી સિસ્ટમથી સજ્જ છે, જે એક સ્માર્ટફોન એપના માધ્યમથી એક કનેક્શન પણ પુરૂ પાડે છે, જેની સાથે ઘણા કામોને દૂરથી કંટ્રોલ કરી શકાય છે. ખાસ વાત એ છે કે આ SUV માં એક વાયરલેસ ફોન ચાર્જ, એક ડિજિટલ ઇંસ્ટ્રુમેંટ કંસોલ અને એક નવી 10.1 ઇંચ ટચસ્ક્રીન ઇંફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે જે આઉટગોઇંગ મોડલમાં 8 ઇંચ યૂનિટની જગ્યા લે છે. 

Corona Vaccine લગાવો, ફ્રી ન્યૂટ ફોટો મેળવો', આ મોડલે આપી ખાસ ઓફર


સ્ટ્રોન્ગ બેટરી સાથે સારી માઇલેજ
આ વાહનમાં 72 KWh લાંબી રેંજ બેટરી હશે, જેના લીધે મોડલના 263km ની તુલનામાં 440km ની રેંજ આપવાનો દાવો કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે આગામી વર્ષ સુધી 51 kWh ની બેટરી પેકને લોન્ચ કરવામાં આવશે. જે સિંગલ ચાર્જ પર 318 કિલોમીટરનું અંતર કાપશે. 


ચાર્જિંગ પોર્ટ પર હાજર છે ઇંડિકેટર 
આ નવી MG ZS EV માં 4 સ્ટેજની LED ઇંડિકેટર છે, જે ચાર્જિંગ પોર્ટ પર હાજર છે. આ ઇંડિકેટર ચાર્જિંગ સ્ટેટસને બતાવે છે. તેમાં ટાઇપ 2 ચાર્જિંગ અને સીસીએસ ચાર્જર મળશે, જે ફાસ્ટ ચાર્જિંગની ક્ષમતા ધરાવે છે. 

Religious: ભગવાનની આંખમાંથી ઉત્પન્ન થઇ હતી ધાતુ, નપુંસકતા દૂર તમને બનાવશે રોમેન્ટિક


MG ZS EV ની ખાસ ખૂબીઓ 
MG ZS EV ઇંટીગ્રેટેડ LED DRLS (ડેટાઇમ રનિંગ લેમ્પ) અને LED ટેલ-લેમ્પની સાથે સ્લિમ હેડલેમ્પની સાથે આવે છે. એસયૂવીમાં સંશોધિત બંપર અને એલોય વ્હીલ્સનો નવો સેટ મળે છે. નવા મોડલમાં નવી બોડી-કલર્ડ કવર્ડ ફ્રન્ટ ગ્રિલ મળે છે, જે આઉટગોઇંગ મોડલમાં પારંપરિક ગ્રિલની જગ્યા લે છે. આ કારની બેક પેનલ પર હાજર પ્રોફાઇલમાં પણ થોડો ફેરફાર જોવા મળે છે. તેમાં એલોય વ્હીલને પણ અપડેટ કરવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube