નવી દિલ્હી: ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi)એ તાજેતરમાં નોટ 8 સિરીઝ (Redmi Note 8) લોન્ચ કરી હતી. હવે કંપની તરફથી Mi Note 10 લોન્ચ કરવાની તૈયારીઓ થઈ રહી છે. આ ફોનનું પ્રો વર્ઝન હાલમાં થાઈલેન્ડમાં સર્ટિફાઈડ થયું છે. હવે આ સ્માર્ટફોનને ચીનની બહારના બજારોમાં પણ લોન્ચ કરવાની આશા છે. શાઓમી તરફથી આ ફોનનું પહેલુ ટીઝર પણ લોન્ચ થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલો 108 MP પેન્ટા કેમેરા
કંપની તરફથી ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર ફોનનું ટીઝર પોસ્ટ કરાયુ છે. આ ટીઝરથી સ્પષ્ટપણે જાણવા મળે છે કે કંપની Mi Note 10 લોન્ચ કરવા જઈ રહી છે. તેનાથી એ પણ જાણવા મળે છે કે ફોનમાં દુનિયાનો પહોલો 108 MPનો પેન્ટા કેમેરા સેટઅપ આપવામાં આવશે. 


Mi CC9 Proમાં પણ 108 MP કેમેરા
હાલમાં જ સામે આવ્યું હતું કે શાઓમીના Mi CC9 સ્માર્ટફોનમાં પણ પેન્ટા કેમેરા સેટઅપ આપવામાં આવશે. આ ફોનનું ટીઝર પણ કંપનીએ હાલમાં જ પોતાના વીબો એકાઉન્ટ પર શેર કર્યું હતું. 



Mi CC9 પ્રોનું ઈન્ટરનેશનલ વેરિએન્ટ
બંને ફોનના ફિચર્ચ જોતા એવી અટકળો થઈ રહી છે કે Mi Note 10 ફોન Mi CC9 પ્રોનું ઈન્ટરનેશનલ વેરિએન્ટ હોઈ શકે છે. જો કે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને ફોનમાં પ્રોસેસરનો ફર્ક હોઈ શકે છે. 


Mi CC9 Pro ના ફિચર્સ
Mi CC9 Pro માં 108 મેગાપિક્સલનો કેમેરો શાઓમીના Mi MIX Alpha સ્માર્ટફોનમાં આવી રહ્યો છે. 108 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરા ઉપરાંત તેમા 13 મેગાપિક્સલનો વાઈડ એંગલ લેન્સ અને 8 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ પણ હશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શાઓમી Mi CC9 પ્રો સ્માર્ટફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસરથી પાવર્ડ હશે. અહીં પ્રોસેસર Oppo Reno 2 માં અપાયું છે.