Microsoft Windows Outage: એરલાઈન્સ, બેંક, ઈન્ટરનેટ...અચાનક બધુ ઠપ્પ થઈ ગયું! માઈક્રોસોફ્ટના સર્વરની ગડબડીથી દુનિયામાં હડકંપ
સોશિયલ મીડિયા પર અનેક લોકોએ પોતાની કોમ્પ્યુટરની સ્ક્રીનના ફોટા પોસ્ટ કર્યા છે જેમાં એવું લખેલું જોવા મળ્યું હતું કે વિન્ડોઝ યોગ્ય રીતે ચાલું થઈ શક્યું નથી.
દુનિયાભરમાં અનેક વીન્ડોઝ યૂઝર્સને હાલ કોમ્યુટરનો ઉપયોગ કરતી વખતે અચાનક બ્લ્યુ સ્ક્રીનની સમસ્યા આવી રહી છે. જેના કરાણે તેમનું કોમ્પ્યુટર બંધ થઈને આપોઆપ રિસ્ટાર્ટ થઈ જાય છે. માઈક્રોસોફ્ટનું કહેવું છે કે આ મુશ્કેલી હાલમાં થયેલા CrowdStrike નામની એન્ટી વાયરસ કંપનીના અપડેટના કારણે આવી રહી છે. રિપોર્ટ્સ મુજબ આ સમસ્યા અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં અનેક કંપનીઓ, બેંકો અને સરકારી ઓફિસોને પણ પ્રભાવિત કરી રહી છે.
સોશિયલ મીડિયા પર અનેક લોકોએ પોતાની કોમ્પ્યુટરની સ્ક્રીનના ફોટા પોસ્ટ કર્યા છે જેમાં એવું લખેલું જોવા મળ્યું હતું કે વિન્ડોઝ યોગ્ય રીતે ચાલું થઈ શક્યું નથી. જો તમે ફરીથી કોશિશ કરવા માંગતા હોવ તો નીચે 'Restart my PC' નો વિકલ્પ પસંદ કરો.
Blue Screen of Death
ક્યારેક ક્યારેક કોમ્પ્યુટરનો ઉપયોગ કરતી વખતે અચાનક બ્લ્યુ સ્ક્રીન કે કાળી સ્ક્રીન આવી શકે છે અને કોમ્પ્યુટર આપોઆપ બંધ થઈને રિસ્ટાર્ટ થઈ જાય છે. આવી મુશ્કેલીને બ્લ્યુ સ્ક્રીન ઓફ ડેથ(Blue Screen of Death) કે સ્ટોપ એરર (STOP code error) પણ કહે છે. તેનો અર્થ એ થાય છે કે જ્યારે કોમ્પ્યુટરમાં કોઈ ગંભીર સમસ્યા આવે ત્યારે તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન પર એ પણ લખેલું જોઈ શકાય છે કે તમારા કોમ્પ્યુટરને ખરાબ થતા બચાવવા માટે વિન્ડોઝને બંધ કરી દેવાયું છે.
કઈ કઈ સેવાઓ પર અસર
માઈક્રોસોફ્ટના ગ્લોબલ આઉટેજના કારણે હવાઈ યાત્રા મોટા પાયે પ્રભાવિત થઈ છે. ભારત, ઓસ્ટ્રેલિયા, યુકે, અમેરિકા સહિત અનેક દેશોમાં ફ્લાઈટ્સ રોકવામાં આવી છે. એરપોર્ટ્સની કોમ્પ્યુટર આધારિત સેવાઓ બંધ કરાઈ છે. જેમાં ચેકઈન પણ સામેલ છે. ઈન્ડિગો એરલાઈન્સે જણાવ્યું કે મુસાફરોને હાથથી લખેલા બોર્ડિંગ પાસ આપવામાં આવી રહ્યા છે. ફ્લાઈટ્સ ઉપરાંત સ્ટોક માર્કેટ અને બેંકિંગ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. ઓસ્ટ્રેલિયામાં ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે.
માઈક્રોસોફ્ટમાં શું નથી ચાલતું
માઈક્રોસોફ્ટની સેવાઓમાં ખાસ કરીને Azure માં સવારથી સમસ્યા આવી રહી હતી. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે તેની જે સેવાઓ પ્રભાવિત થઈ છે તેમાં PowerBI, Microsoft Fabric, Microsoft Teams, Microsoft 365 admin center, Microsoft Purview અને Viva Engage છે.
કેમ થઈ સમસ્યા
આ પ્રોબ્લમ માટે જવાબદાર માઈક્રોસોફ્ટ અને અમેરિકી સાઈબર સિક્યુરિટી કંપની Crowdstrike છે. માઈક્રોસોફ્ટે કહ્યું કે સમસ્યાની શરૂઆત તેના Azure બેકએન્ડ વર્કલોડના કેટલાક હિસ્સામાં એક 'કન્ફ્યુગરેશન' ચેન્જમાં હતી. તેનાથી સ્ટોરેજ અને કોમ્પ્યુટ રિસોર્સિસમાં ઈન્ટરપ્શન થયું જેનું પરિણામ કનેક્ટિવિટી ફેલ્યોર તરીકે સામે આવ્યું. Microsoft 365 Status એ અધિકૃત એક્સ હેન્ડલ પર લખ્યું કે અમારી સેવાઓમાં હજુ પણ સતત સુધારો થઈ રહ્યો છે, અમે તેને દૂર કરાની કાર્યવાહી ચાલુ રાખી છે.