નવી દિલ્હીઃ MICROSOFT એ પોતાના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ વર્ઝન WINDOWS 11 લોન્ચ કર્યું છે. આ નવા વર્ઝનમાં વિંડોઝના યુઝર ઈન્ટરફેસને ઘણું એન્હેન્સ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ રીતે બદલાયેલા લેઆઉટ હવે યુઝર્સને જોવા મળશે. સાથે જ અહીં પર્ફોર્મન્સમાં પણ ઈમ્પ્રુવમેન્ટ જોવા મળશે. આવો જાણીએ નવા ઓપરેટિંગ સિસ્ટમની 11 મોટી વાતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) પહેલા કરતા અલગ સ્ટાર્ટ મેનું-
નવા OSમાં સ્ટાર્ટ મેનું પહેલા કરતા અલગ આપવામાં આવ્યું છે. અહીં ટાઈલ્સને હટાવી દેવામાં આવી છે. જ્યારે રિકમેન્ડેડ સેક્શનને અહીં ઉમેરવામાં આવ્યું છે. રિસેન્ટ ફાઈલ્સ માટે અલગથી ઓપ્શન આપવામાં આવ્યું છે. સાથે જ હવે ફોન સાથે શાનદાર કનેક્ટિવિટી મળશે અને યુઝર્સ મોબાઈનું કામ કોમ્પ્યુટરમાં સીધુ કમ્પ્લીટ કરી શકશે.


[[{"fid":"334730","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


2) સ્નેપગ્રુપ-
અહીં યુઝર્સને અનેક એપ્સનું કલેક્શન મળશે. અને તેના ટાસ્કબારમાં સીધું એક્સેસ કરી શકાશે. આ ફીચર ટાસ્ક સ્વિચિંગમાં બહુ મદદ કરશે.


3) સ્નેપ લેઆઉટ-
આ ફીચરને મલ્ટી ટાસ્કિંગ માટે બનાવવામાં આવ્યું છે. આથી એક સ્ક્રિન પર અનેક વિન્ડોઝ એક સાથે ચલાવી શકાશે. કંપની મુજબ, આવું ફીચર બીજા કોઈ ઓપરેટિંગ સિસ્ટમમાં નથી મળતું.


4) PC ટુ PC કનેક્ટ થયું સરળ-
એક કોમ્પ્યુટરને બીજા કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવાનું હવે સરળ કરાયું છે. પ્રો યુઝર્સને હવે ડોક એન્ડ અનડોક ફીચર સાથે ક્વોલિટી એક્સપીરિયંસ મળશે.


5) MICROSOFT TEAMSનું ઈન્ટીગ્રેશન-
નવા OSમાં માઈક્રોસોફ્ટ ટીમ્સને ઈન્ટીગ્રેટ કરવામાં આવ્યું છે. એટલે કે યુઝર્સને દરેક વિંડોઝ 11 સાથે આ ફીચર મળી રહેશે. ટીમ્સની મદદથી અન્ય યુઝર સાથે કનેક્ટ થવું વધુ સરળ બનશે.


[[{"fid":"334731","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


6) WIDGETS ફીચર-
નવા વિન્ડોઝ 11માં વિજેટ્સનું ફીચર આપવામાં આવ્યું છે. આને પર્સનલાઈઝ પણ કરી શકાશે. કંપનીએ આમાં ARTIFICIAL INTELLIGENCEનો ઉપયોગ કર્યો છે. અહીં યુઝરને વેધર સહિત અન્ય કેટલાય વિજેટ્સ જોવા મળશે.


7) ફિલ્મ અને વેબ સિરીઝ-
વિન્ડોઝ 11ના સ્ટોર પર યુઝર્સને હવે ફિલ્મો અને વેબસિરીઝ પણ જોવા મળશે. તેવામાં યુઝર્સ સીધા અહીંથી ફિલ્મ રેન્ટ પર અથવા ખરીદી શકશે. આ સાથે જ સ્ટોરનો નવો લુક પણ આપવામાં આવ્યો છે.


[[{"fid":"334732","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


8) ગેમિંગ એક્સપીરિયંસ બનશે ખાસ-
વિંડોઝ 11માં ગેમિંગ માટે વધુ સારી રીતે ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. કંપની મુજબ આ નવા OSમાં ગેમર્સને બેસ્ટ એક્સપીરિયંસ મળશે. અહીં AUTO HDRનું ફીચર આપવામાં આવ્યું છે. વધુ સારી વિઝિબિલિટી માટે ગેમ ઓટો લાઈટ અપડેટ કરશે. નવા વિન્ડોઝમાં લોડ ટાઈમ ઓછું કરી દેવામાં આવ્યો છે.


9) પાસ સબ્સ્ક્રિપ્શન-
વિંડોઝ 11માં XBOX એપની મદદથી ગેમ પાસ સબ્સક્રિપ્શન યુઝર્સને મળશે. કંપની મુજબ, ગેમ પાસ લાઈબ્રેરી માટે વધુ રૂપિયા આપવા નહીં પડે. આમાં વધુ વેરિયટી જોવા મળશે અને દર મહિને નવા ગેમ્સ જોવા મળશે.


[[{"fid":"334733","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


10) ANDROID એપ્સનો સપોર્ટ-
નવા OSમાં એન્ડ્રોઈડ એપનો સપોર્ટ મળશે. વિંડોઝ 11માં એમઝોન સ્ટોપ મળશે, જેથી યુઝર્સ એપ્સને ડાઉનલોડ કરી શકશે. તેવામાં યુઝર્સ વિન્ડોઝ 11માં એન્ડ્રોઈડ પર ચાલતા એપ્સ એક્સેસ કરી શકશે. જો કે હાલમાં લિમિટેડ એપ્સ જ જોવા મળશે અને ગૂગલ પ્લેસ્ટોર નહીં હોય.


11) વોઈસ ટાઈપિંગ ફીચર-
વિંડોઝ 11માં નવા પ્રકારનું ટચ કિબોર્ડ આપવામાં આવ્યું છે. ટાઈપિંગને સરળ બનાવવા માટે હવે એન્ડ્રોઈડની જેમ આમાં પણ વોઈસ ટાઈપિંગ ફીચર જોવા મળશે. સાથે જ એન્ડ્રોઈડવાળા ફીચર્સ પણ આમાં જોવા મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube